સમન્થાએ ઑરેન્જ ડ્રેસ અને સનગ્લાસિસ પહેર્યા હતા. તેણે હાલમાં જ વેબ-સિરીઝ ‘સિટાડેલ’નું શૂટિંગ પૂરું કર્યું છે.
સમન્થા રૂથ પ્રભુ
સમન્થા રૂથ પ્રભુએ હાલમાં જ વેલ્લોરમાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ ગોલ્ડન ટેમ્પલનાં દર્શન કર્યાં છે. સમન્થા ધાર્મિક યાત્રાએ નીકળી છે. તેની સાથે ફિલ્મ પ્રોડ્યુસર જગદીશ પલાનીસ્વામી પણ હાજર હતો. તેણે સેલ્ફી ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો. સમન્થાએ ઑરેન્જ ડ્રેસ અને સનગ્લાસિસ પહેર્યા હતા. તેણે હાલમાં જ વેબ-સિરીઝ ‘સિટાડેલ’નું શૂટિંગ પૂરું કર્યું છે. તે ઘણા વખતથી માયોસાઇટિસ નામની બીમારીથી પીડાય છે. એથી એની ટ્રીટમેન્ટ લેવા તે અમેરિકા જવાની છે અને સારવાર લાંબો સમય ચાલવાની હોવાથી તે ત્યાં રહેવાની છે. આ જ કારણ છે કે તેણે નવા કોઈ પ્રોજેક્ટ સાઇન નથી કર્યા અને અગાઉનાં કમિટમેન્ટ્સ પૂરાં કરી રહી છે. તે લગભગ છ મહિનાનો બ્રેક લેવાની છે.