સમન્થા રૂથ પ્રભુને માયોસાઇટિસની બીમારીનું નિદાન થતાં તે ફિલ્મોના શૂટિંગની સાથે સારવાર પણ લઈ રહી હતી.
સમન્થા રૂથ પ્રભુ
સમન્થા રૂથ પ્રભુને માયોસાઇટિસની બીમારીનું નિદાન થતાં તે ફિલ્મોના શૂટિંગની સાથે સારવાર પણ લઈ રહી હતી. એ પ્રોજેક્ટનું શૂટિંગ પૂરું કરી લીધા બાદ તેણે કામ પરથી બ્રેક લીધો હતો. તે છેલ્લે વિજય દેવરાકોન્ડા સાથે ‘ખુશી’માં જોવા મળી હતી. તે વરુણ ધવન સાથે ‘સિટાડેલ’માં દેખાવાની છે. માયોસાઇટિસની ટ્રીટમેન્ટ લેવા માટે તેણે થોડા સમય માટે ઍક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. હવે તે ફરીથી કામ શરૂ કરી રહી છે. હેલ્થને સંબંધિત તેનું પૉડકાસ્ટ આવતા અઠવાડિયે આવવાનું છે. પોતાના કમબૅકની જાહેરાત ઇન્સ્ટાસ્ટોરી પર વિડિયો દ્વારા કરતાં સમન્થાએ કહ્યું કે, ‘હા, હું ફાઇનલી કામ શરૂ કરી રહી છું. એ સમય દરમ્યાન હું પૂરી રીતે જૉબલેસ હતી. જોકે હું મારા ફ્રેન્ડ્સ સાથે મળીને હેલ્થ પૉડકાસ્ટ બનાવી રહી હતી. આ અણધાર્યું છે, પરંતુ મને ખરેખર ખૂબ ગમ્યું. આવતા અઠવાડિયે રિલીઝ થનાર એ પૉડકાસ્ટને લઈને હું ઉત્સુક છું. આશા છે કે તમારામાંથી કેટલાક લોકોને એ ઉપયોગી થશે. એ બનાવતી વખતે મને પણ મજા આવી હતી.’