Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા-આલિયાને પછાડીને આગળ નીકળી ગઈ સમન્થા

દીપિકા-આલિયાને પછાડીને આગળ નીકળી ગઈ સમન્થા

Published : 25 November, 2022 12:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ લિસ્ટ ઑર્મેક્સ મીડિયાએ બહાર પાડ્યું છે.

આલિયા ભટ્ટ, સમન્થા રૂથ પ્રભુ અને દીપિકા પાદુકોણ

આલિયા ભટ્ટ, સમન્થા રૂથ પ્રભુ અને દીપિકા પાદુકોણ


સમન્થા રૂથ પ્રભુ પૉપ્યુલરિટીમાં દીપિકા પાદુકોણ, કૅટરિના કૈફ અને આલિયા ભટ્ટને પછાડીને આગળ નીકળી ગઈ છે અને મોસ્ટ પૉપ્યુલર ફીમેલ સ્ટાર્સની કૅટેગરીમાં નંબર વન પર પહોંચી ગઈ છે. આ લિસ્ટ ઑર્મેક્સ મીડિયાએ બહાર પાડ્યું છે. આ કંપની ભારતીય મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે કામ કરે છે. સાથે જ કન્ટેન્ટ, માર્કેટિંગ, ડિસ્ટ્રિબ્યુશન અને સ્ટ્રૅટેજી સંબંધિત સમસ્યાઓને ઉકેલવાનું કામ પણ કરે છે. ઑર્મેક્સ મીડિયાએ બહાર પાડેલા મોસ્ટ પૉપ્યુલર ફીમેલ સ્ટાર્સના લિસ્ટમાં સમન્થા પહેલા નંબરે છે. ત્યાર બાદ બીજા નંબરે આલિયા ભટ્ટ છે. ત્રીજા નંબરે નયનતારા છે. ચોથા ક્રમાંકે કાજલ અગરવાલ છે, પાંચમા સ્થાને દીપિકા, છઠ્ઠા નંબરે રશ્મિકા મંદાના, સાતમા સ્થાને કૅટરિના કૈફ, અનુષ્કા શેટ્ટી આઠમા નંબરે, નવમા ક્રમાંકે ક્રિતી સુરેશ અને દસમા નંબરે ત્રિશા છે. 


સાઉથના હીરોનો દબદબો



ઑર્મેક્સ મીડિયાએ ટૉપ ટેન મોસ્ટ પૉપ્યુલર મેલ સ્ટાર્સનું લિસ્ટ જાહેર કર્યું છે અને એમાં સાઉથના સ્ટાર્સે બાજી મારી છે, કેમ કે બૉલીવુડમાંથી માત્ર એક અક્ષયકુમારનું જ નામ આ લિસ્ટમાં છે. અન્ય ૯ સ્ટાર્સ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના છે. મોસ્ટ પૉપ્યુલર મેલ સ્ટાર્સનું લિસ્ટ પર નજર નાખીએ તો નંબર વન પર વિજય, બીજા ક્રમે પ્રભાસ, થર્ડ પર જુનિયર એનટીઆર, ચોથા સ્થાને અલ્લુ અર્જુન અને પાંચમા નંબરે અક્ષયકુમાર છે. આ લિસ્ટમાં છઠ્ઠા સ્થાને અજિત કુમાર, સાતમા ક્રમાંકે સુરિયા, આઠમા નંબરે યશ, નવમા સ્થાને રામ ચરણ અને દસમા ક્રમાંકે મહેશ બાબુ છે. પૉપ્યુલર મેલ સ્ટાર્સનું આ લિસ્ટ જોઈને એમ કહી શકાય કે સાઉથના સિતારા બુલંદી પર છે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2022 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK