સમન્થાએ ૨૦૧૭ના ઑક્ટોબરમાં નાગ ચૈતન્ય સાથે લગ્ન કર્યાં હતાં અને ૨૦૨૧માં તેમણે અલગ થવાની જાહેરાત કરી હતી
સમન્થા રૂથ પ્રભુ
સમન્થા રૂથ પ્રભુએ હાલમાં જ તેના એક્સ-હસબન્ડ નાગ ચૈતન્ય અને સોભિતા ધુલિપલા વિશે કમેન્ટ કરવાનું ટાળ્યું હતું. નાગ ચૈતન્ય અને સોભિતા હાલમાં ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા છે. સમન્થાએ ૨૦૧૭ના ઑક્ટોબરમાં નાગ ચૈતન્ય સાથે લગ્ન કર્યાં હતાં અને ૨૦૨૧માં તેમણે અલગ થવાની જાહેરાત કરી હતી. હાલમાં જ નાગ ચૈતન્ય અને સોભિતાનો એક ફોટો વાઇરલ થયો છે. આ ફોટોમાં નાગ ચૈતન્ય શેફ સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે અને સોભિતા પાછળ ટેબલ પર બેઠેલી જોવા મળી રહી છે. આ ફોટોને લઈને સમન્થાએ એક સ્ટેટમેન્ટ આપ્યું હોવાનું બહાર આવ્યું છે. આ સ્ટેટમેન્ટને શૅર કરીને સમન્થાએ ટ્વીટ કર્યું હતું કે મેં ક્યારેય આવું સ્ટેટમેન્ટ નથી આપ્યું.