Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ચાર્મ અને ગ્લો’ વિશે શું કહ્યું સમન્થાએ?

‘ચાર્મ અને ગ્લો’ વિશે શું કહ્યું સમન્થાએ?

Published : 11 January, 2023 03:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘણા લોકોએ વિચાર્યું કે તે આખરે તેના ડિવૉર્સમાંથી બહાર આવી ગઈ છે અને તેની પ્રોફેશનલ લાઇફ નવી ઊંચાઈએ પહોંચી રહી છે

સમન્થા રૂથ પ્રભુ

સમન્થા રૂથ પ્રભુ


સમન્થા રૂથ પ્રભુએ હાલમાં જ તેના ચહેરા પરથી જે ‘ચાર્મ અને ગ્લો’ જતો રહ્યો છે એ વિશે વાત કરી છે. તે તેની આગામી ફિલ્મ ‘શાકુંતલમ’ની ઇવેન્ટમાં હાજર હતી. આ ઇવેન્ટનો તેનો ફોટો લઈને એક યુઝરે ટ્વીટ કર્યું હતું કે ‘​સમન્થા માટે દુઃખ થઈ રહ્યું છે. તેના ચાર્મ અને ગ્લો જતા રહ્યા છે. ઘણા લોકોએ વિચાર્યું કે તે આખરે તેના ડિવૉર્સમાંથી બહાર આવી ગઈ છે અને તેની પ્રોફેશનલ લાઇફ નવી ઊંચાઈએ પહોંચી રહી છે. ત્યારે તેને માયોસાઇટિસનું નિદાન થયું હતું. એનાથી તે ફરી વીક થઈ ગઈ છે.’


આ ટ્વીટનો જવાબ આપતાં સમન્થાએ ટ્વીટ કર્યું હતું કે ‘ભગવાનને હું પ્રાર્થના કરું છું કે મેં જે રીતે મહિનાઓ સુધી ટ્રીટમેન્ટ લીધી અને દવાઓ લીધી એમાંથી કોઈએ પણ પસાર નહીં થવું પડે. મારા તરફથી હું થોડો પ્રેમ તને મોકલી રહી છું જે તારા ગ્લોમાં વધારો કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2023 03:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK