સમન્થા રૂથ પ્રભુ પોતાના પ્રોડક્શન-હાઉસ ટ્રાલાલાના માધ્યમથી અર્થસભર અને ઑથેન્ટિક ફિલ્મો બનાવશે અને સાથે જ ફિલ્મમેકર્સને પણ પ્લૅટફૉર્મ આપશે.
સમન્થા રુથ પ્રભુ
સમન્થા રૂથ પ્રભુ પોતાના પ્રોડક્શન-હાઉસ ટ્રાલાલાના માધ્યમથી અર્થસભર અને ઑથેન્ટિક ફિલ્મો બનાવશે અને સાથે જ ફિલ્મમેકર્સને પણ પ્લૅટફૉર્મ આપશે. સમન્થા માયોસાઇટિસથી પીડાય છે. તે એ માટેની સારવાર લઈ રહી છે. પોતાની નવી જર્ની વિશે સમન્થાએ કહ્યું કે ‘અમારો ઉદ્દેશ અર્થસભર, ઑથેન્ટિક અને યુનિવર્સલ સ્ટોરી કહેનારા ફિલ્મમેકર્સને પ્લૅટફૉર્મ આપવાનો છે. ટ્રાલાલાનો ઉદ્દેશ નવા અને વિચારતા કરી મૂકે એવા કન્ટેન્ટને પ્રોડ્યુસ કરવાનો છે.’
પ્રોડક્શન-હાઉસની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરતાં સમન્થાએ કૅપ્શન આપી, ‘મારા પ્રોડક્શન-હાઉસની અનાઉન્સમેન્ટ કરવાની મને ખુશી છે. ટ્રાલાલા મૂવિંગ પિક્ચર્સ એ સ્ટોરીઝને ઇન્વાઇટ કરશે જે આપણા સમાજની તાકાત અને જટિલતા વ્યક્ત કરે. ‘ગ્રૉઇંગ અપ બ્રાઉન ગર્લ’ ગીતથી મને આની પ્રેરણા મળી છે.’