સમન્થાએ કહ્યું કે ‘નૉર્થ અને સાઉથની ફિલ્મો વચ્ચે કોઈ દીવાલ નથી
સમન્થા રૂથ પ્રભુ
સમન્થા રૂથ પ્રભુએ નૉર્થ અને સાઉથની ફિલ્મો પર બોલવાનું ટાળ્યું છે. તેણે જણાવ્યું કે તે એને લઈને કોઈ ચર્ચામાં ઊતરવા નથી માગતી. ગયા વર્ષે બૉલીવુડની ‘લાલ સિંહ ચઢ્ઢા’, ‘રક્ષાબંધન’, ‘સર્કસ’ અને ‘શમશેરા’ જેવી ફિલ્મો બૉક્સ-ઑફિસ પર ખરાબ રીતે પટકાઈ હતી. તો એવા સમયે સાઉથની ફિલ્મોએ વિશ્વભરના લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા. ‘KGF : ચૅપ્ટર 2’, ‘કાંતારા’ અને ‘RRR’એ લોકોને પોતાના દીવાના બનાવી દીધા હતા. એને કારણે જ નૉર્થ વર્સસ સાઉથ ફિલ્મોને લઈને ચર્ચા ચગી હતી. એ વિષય પર અક્ષયકુમાર, આર. માધવન, જયા બચ્ચન, ધનુષ અને કંગના રનોટે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. તાજેતરમાં જ એ વિશે પૂછવામાં આવતાં સમન્થાએ કહ્યું કે ‘નૉર્થ અને સાઉથની ફિલ્મો વચ્ચે કોઈ દીવાલ નથી. એને લઈને હું કોઈ ચર્ચામાં ઊતરવા નથી માગતી. એક ઍક્ટર તરીકે અનેક ભાષાઓમાં કામ કરીને મને અતિશય ખુશી મળે છે. હવે તો દર્શકો પણ દરેક ભાષાની ફિલ્મો જુએ છે.’