Sam Bahadur OTT Release : વિકી કૌશલ સ્ટારર ફિલ્મ રિલીઝ થયાને ત્રણ દિવસ થતાં જ ઓટીટી રિલીઝની થવા લાગી ચર્ચા
‘સેમ બહાદુર’માં વિકી કૌશલ
વિકી કૌશલ (Vicky Kaushal) સ્ટાર બૉલિવૂડ ફિલ્મ ‘સેમ બહાદુર’ (Sam Bahadur) પહેલી ડિસેમ્બરે થિયેટરોમાં રીલીઝ થઈ છે અને ધૂમ મચાવી રહી છે. દર્શકોના દિલમાં ધીમે-ધીમે ફિલ્મ જગ્યા બનાવી રહી છે અને એ જ ગતિએ ફિલ્મના કલેક્શનમાં પણ વધારો થઈ રહ્યો છે. ફિલ્મ સેમ બહાદુરની રિલીઝને માત્ર ગણતરીના જ દિવસો થયાં છે ત્યાં તો ફિલ્મની ઓટીટી પ્લેટફોર્મ (OTT Platform) રિલીઝની ચર્ચાઓએ જોર પકડ્યું છે. થિયેટર ગજાવી રહેલી ફિલ્મ ઓટીટી પર ક્યારે રિલીઝ થશે તેની દર્શકોને આતુરતા છે.
અહેવાલો અનુસાર, ફિલ્મ ‘સેમ બહાદુર’ નેટફ્લિક્સ (Netflix) અથવા એમેઝોન પ્રાઇમ વીડિયો (Amazon Prime Video) પર રિલીઝ નહીં થાય. આ ફિલ્મને ઝીફાઇવ (ZEE5) પર રિલીઝ કરવામાં આવશે. તે સિવાય ડિઝની પ્લસ હૉટસ્ટાર (Disney+ Hotstar) પર પણ ફિલ્મ રિલીઝ થવાની શક્યતા છે. જોકે, વિકી કૌશલ સ્ટારર ફિલ્મ વોલ્ટ ડિઝની સ્ટુડિયો મોશન પિક્ચર્સ (Walt Disney Studios Motion Pictures) દ્વારા વિતરિત કરવામાં આવી છે. એટલે હોટસ્ટાર પર રિલીઝની શક્યતાઓ વર્તાઈ રહી છે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે, ફિલ્મ હૉટસ્ટાર કે ઝીફાઇવ એમ બન્નેમાંથી કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
ADVERTISEMENT
૫૫ કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી ફિલ્મ સેમ બહાદુરે ભારત ()માં પહેલા દિવસે ૬.૨૫ કરોડ રૂપિયા, બીજા દિવસે ૯ કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે ૧૦.૩ કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો ફિલ્મે ચોથા દિવસે ૨૨ લાખ રૂપિયાની કમાણી કરી છે. આ સાથેજ ભારતમાં ફિલ્મનું કલેક્શન ૨૫.૭૭ કરોડ સુધી પહોંચી ગયું છે. જ્યારે વિશ્વવ્યાપી કલેક્શન ૩૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
તમને જણાવી દઈએ કે, ‘સેમ બહાદુર’ ફિલ્મ સેમ માણેકશાની બાયોપિક ડ્રામા છે. એ ફિલ્ડ માર્શલ સામ માણેકશાની વાર્તા છે જે વર્ષ ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના વડા હતા. જેમાં ફરી એકવાર વિકી કૌશલની જોરદાર એક્ટિંગ જોવા મળી રહી છે. આ સિવાય સેમની પત્ની સિલીના પાત્રમાં અભિનેત્રી સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra) અને ભારતના દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) ની ભૂમિકામાં ફાતિમા સના શેખ (Fatima Sana Shaikh) છે. ફિલ્મમાં વિકીના અભિનયની લોકો ખુબ પ્રશંસા કરી રહ્યાં છે. સેમ બહાદુરનું દિગ્દર્શન મેઘના ગુલઝાર (Meghna Gulzar)એ કર્યું છે. RSVP મૂવીઝના બેનર હેઠળ રોની સ્ક્રુવાલા (Ronnie Screwvala) દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જોકે, સેમ બહાદુરને તે જ દિવસે રિલીઝ થયેલી રણબીર કપૂર (Ranbir Kapoor) સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ (Animal)ને લીધે જોઈએ તેવો રિસપોન્સ મળ્યો નહોતો. પરચતુ ધીમે-ધીમે ફિલ્મનો ગ્રાફ ઉંચો જઈ રહ્યો છે.

