અક્ષયકુમાર, સલમાન ખાન, શાહરુખ ખાન અને અભિષેક બચ્ચન, તે ભલે અમારાથી ઉંમરમાં નાનો રહ્યો, અમિતજી, સુનીલ શેટ્ટી અને સંજુ અમે બધા એકબીજા પર વિશ્વાસ કરીએ છીએ. સાથે જ એકબીજાને સપોર્ટ પણ કરીએ છીએ.’
અજય દેવગન
અજય દેવગન કહે છે કે સલમાન ખાન, શાહરુખ ખાન અને અક્ષયકુમાર એક કૉલના અંતરે છે અને એકબીજાના પડખે હંમેશાં ઊભા રહે છે. તબુ સાથેની તેની ‘ભોલા’ ૩૦ માર્ચે રિલીઝ થવાની છે. બૉલીવુડના પોતાના ફ્રેન્ડ્સ વિશે અજય દેવગને કહ્યું કે ‘અમે એકબીજા સાથે વધુ મળતા નથી, પરંતુ વાતચીત કરીએ છીએ. દરેક માત્ર એક કૉલના અંતરે છે. સાથે જ જરૂર પડ્યે અમે એકબીજાની મદદ કરીએ છીએ. અક્ષયકુમાર, સલમાન ખાન, શાહરુખ ખાન અને અભિષેક બચ્ચન, તે ભલે અમારાથી ઉંમરમાં નાનો રહ્યો, અમિતજી, સુનીલ શેટ્ટી અને સંજુ અમે બધા એકબીજા પર વિશ્વાસ કરીએ છીએ. સાથે જ એકબીજાને સપોર્ટ પણ કરીએ છીએ.’