કમિટમેન્ટ પૂરું કરશે સલમાન
કમિટમેન્ટ પૂરું કરશે સલમાન
સલમાન ખાન તેની ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ને આ વર્ષે ઈદમાં રિલીઝ કરવા તૈયાર છે. દર વર્ષે પોતાની ફિલ્મો ઈદ દરમ્યાન રિલીઝ કરીને સલમાન તેના ફૅન્સને એક પ્રકારે ગિફ્ટ આપે છે. ૧૩ મેએ આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને સલમાન, સોહેલ અને અતુલ અગ્નિહોત્રીએ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં દિશા પટણી, જૅકી શ્રોફ અને રણદીપ હૂડા પણ જોવા મળશે. આ ઍક્શન-થ્રિલરનો ફોટો ટ્વિટર પર શૅર કરીને સલમાને ટ્વીટ કર્યું હતું, ‘ઈદ કા કમિટમેન્ટ થા, ઈદ પર હી આયેંગે, ક્યોં કિ એક બાર જો મૈંને...’

