સલમાન ઈદ દરમ્યાન ફિલ્મ રિલીઝ કરે છે
સલમાન ખાન
સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મ તેના ફૅન્સ માટે ઈદમાં ઈદી જેવી છે. સલમાન ઈદ દરમ્યાન ફિલ્મ રિલીઝ કરે છે અને તેના ફૅન્સ દર વર્ષે તેની ફિલ્મની આતુરતાથી રાહ જુએ છે. શનિવારે ઈદ હોવાથી લોકો સલમાનની ફિલ્મ જોવા થિયેટર્સમાં ઊમટી પડ્યા. એથી શનિવારનું કલેક્શન વધુ થયું હતું. શુક્રવારે આ ફિલ્મે ૧૫.૮૧ કરોડ અને શનિવારે ૨૫.૭૫ કરોડની સાથે કુલ મળીને ૪૧.૫૬ કરોડનો વકરો કર્યો છે. ફૅન્સે ફિલ્મને આપેલા પ્રેમનો સલમાને આભાર માન્યો છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સલમાન ખાને કૅપ્શન આપી હતી, ‘તમે સૌએ આપેલા પ્રેમ અને સપોર્ટ માટે આભાર. થૅન્ક યુ, ખરેખર એની પ્રશંસા કરું છું.’