ફૅમિલી, ફ્રેન્ડ્સ અને ફાયરવર્ક્સ સાથે ભાઈજાને એન્ટ્રી મારી ૬૦મા વર્ષમાં
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સલમાન ખાને શુક્રવારની રાતે તેની ૫૯મી વર્ષગાંઠ જામનગરમાં ઊજવી હતી. મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો સૌથી નાનો પુત્ર અનંત અને તેની પત્ની રાધિકા મર્ચન્ટ જામનગરમાં સલમાન, તેના પરિવારજનો અને મિત્રોનાં યજમાન બન્યાં હતાં. અનંત અંબાણીને સલમાન માટે ખૂબ લગાવ છે એટલે તેણે જામનગરમાં તેના માટે જન્મદિવસની શાહી ઉજવણી ગોઠવી હતી.
ADVERTISEMENT
અનંતે આ સેલિબ્રેશનમાં ‘ભાઈજાન’ થીમ રાખી હતી અને ઉજવણીના સ્થળે ભવ્ય ડેકોરેશન સાથે ‘લવ યુ ભાઈજાન’, ‘હૅપી બર્થ-ડે ભાઈ’ વગેરે ચમકતી લાઇટો સાથે લખેલું જોવા મળતું હતું.
સલમાનના બર્થ-ડે સેલિબ્રેશનમાં ભવ્ય આતશબાજી થઈ હોવાની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી.