Salman Khan Wears Ram Mandir Watch: એક મીડિયા ઇન્ટરએક્શન દરમિયાન લોકોની નજર સલમાન ખાનની ઘડિયાળ પર ગઈ. એ ઘડિયાળ સામાન્ય નહોતી. એમાં રામ મંદિરનું સુંદર ચિત્ર છપાયું હતું. આ નાનકડી ઘડિયાળે મોટો સંદેશો આપ્યો, કે સલમાન ખાન દરેક ધર્મનું સન્માન કરે છે.
સલમાન ખાનની ઘડિયાળ (તસવીર સૌજન્ય: મિડ-ડે)
બૉલિવૂડનો દબંગ સ્ટાર સલમાન ખાન આજે પણ પોતાની સ્ટારડમ અને પાવરફુલ પર્સનાલિટીના કારણે લાખો લોકોના દિલ પર રાજ કરે છે. વર્ષોથી હિટ ફિલ્મો આપનાર, અનેક ચેરિટીના કામ કરનાર અને જબરદસ્ત ફૅન ફૉલોઇંગ ધરાવતા સલમાને ફરી એકવાર સાબિત કરી દીધું કે લોકો તેને કેમ આટલો પ્રેમ કરે છે. હાલમાં એક મીડિયા ઈન્ટરએક્શન દરમિયાન સલમાન ખાન પોતાના સરળ સ્વભાવ અને નિખાલસ અંદાજથી બધાના દિલ જીતી લીધા. પોતાનું ફની વ્યક્તિત્વ અને ચાહકો તથા મીડિયા પ્રતિની નમ્રતા બતાવે છે કે સફળતાની ઊંચાઈએ પહોંચ્યા બાદ પણ તે આટલો ડાઉન-ટુ-અર્થ છે. જ્યારે સલમાને ત્યાં હાજર ચાહકો અને પત્રકારોને જોઈને હસતા મુખે વાતો કરી, ત્યારે બધા માટે એ ક્ષણ યાદગાર બની ગઈ.
આ ઇન્ટરએક્શન દરમિયાન એક ખાસ બાબતે બધાનું ધ્યાન ખેંચાયું, જ્યારે લોકોની નજર સલમાન ખાનની ઘડિયાળ પર ગઈ. એ ઘડિયાળ સામાન્ય નહોતી. એમાં રામ મંદિરનું સુંદર ચિત્ર છપાયું હતું. આ નાનકડી ઘડિયાળે મોટો સંદેશો આપ્યો, કે સલમાન ખાન દરેક ધર્મનું સન્માન કરે છે અને હંમેશાં સમરસતાની વાત કરે છે. સલમાનની આ એક નાની એક્સેસરીએ સાબિત કરી દીધું કે તે માત્ર એક ફિલ્મ સ્ટાર નથી, પણ એક એવો વ્યક્તિ છે જે દરેક ધર્મની ઈજ્જત કરે છે. ઘડિયાળમાં રામ મંદિરનો ચિત્ર માત્ર એક ડિઝાઇન નહીં પણ એકતા અને ધાર્મિક સન્માનનો મેસેજ છે.
ADVERTISEMENT
સલમાનની જીવનશૈલી હંમેશાં એ દર્શાવે છે કે તે માનવતામાં વિશ્વાસ રાખે છે. તે પોતાની ફિલ્મો ઉપરાંત સોશિયલ કામો માટે પણ જાણીતા છે. તેમણે કોઈ મોટી ભાષણ આપ્યા વગર પણ, માત્ર એક ઘડિયાળ પહેરીને બતાવી દીધું કે ભાઈજાન હમેશાં સંબંધો અને સન્માનના પક્ષમાં રહે છે. એટલે જ તો ચાહકો તેમને પ્રેમથી ‘સિકંદર’ કહે છે. સલમાને પોતાના કારકિર્દી દરમ્યાન જે રીતે માનવતા, પ્રેમ અને એકતાને મહત્વ આપ્યું છે, તે બૉલિવૂડમાં પણ એક અનોખો ઉદાહરણ છે.
સિકંદર ફિલ્મ રીલીઝ
તાજેતરમાં જ ફિલ્મ `સિકંદર`નું ટ્રેલર રવિવારે મુંબઈમાં લૉન્ચ કર્યા બાદ સલમાન ખાન ગુજરાતના જામનગર પહોંચ્યો હતો. તેના કેટલાય ચાહકો તેને મળ્યા હતા, બૉલિવૂડનો ભાઈજાન ગુજરાતીમાં તેને મળવા આવેલા લોકોનું સ્વાગત કરતો જોવા મળ્યો હતો. સલમાનના આ અંદાજનો વીડિયો હવે સામે આવ્યો છે. સ્થાનિક મીડિયા સાથે ગુજરાતીમાં વાત કરતો સલમાન ખાન સુરક્ષા કર્મચારીઓથી ઘેરાયેલો દેખાઈ રહ્યો છે. જ્યારે એક પાપારાઝીએ તેનું સ્વાગત કરીને પૂછ્યું, "મજામાં", ત્યારે અભિનેતાએ પણ તે જ શબ્દોમાં જવાબ આપ્યો અને કહ્યું “હા મજામાં”. બૉલિવૂડના ભાઈજાને લાઇટ બ્લૂ ટી-શર્ટ પહેરી હતી જે તેણે વાદળી જીન્સ સાથે મૅચ થતી હતી. સામાન્ય સ્વૅગ સાથે, અભિનેતા જામનગર ઍરપોર્ટથી એક અજ્ઞાત સ્થાન તરફ ચાલ્યો ગયો હતો.

