‘કિક 2’ દ્વારા તે ફરીથી દેવીલાલ સિંહ ઉર્ફે ડેવિલના રોલમાં પાછો ફરવાનો છે. એવું જાણવા મળ્યું છે કે આ ફિલ્મ ૨૦૨૫ની ઈદ દરમ્યાન રિલીઝ થવાની છે.
સલમાન ખાન
સલમાન ખાનની ‘કિક 2’ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે જાણવા મળ્યું છે કે આ વર્ષે મે મહિનાથી સલમાન એ ફિલ્મનું શૂટિંગ નાના શેડ્યુલ સાથે શરૂ કરવાનો છે. ૨૦૧૪માં આવેલી ‘કિક’ની આ સીક્વલ છે. એને સાજિદ નડિયાદવાલાએ ડિરેક્ટ કરી હતી. એની સીક્વલને એ. આર. મુરુગાદોસ ડિરેક્ટ કરવાનો છે. આ ફિલ્મની તમામ બાબતો પર સાજિદ નડિયાદવાલા ખાસ ધ્યાન આપી રહ્યો છે. આ ફિલ્મને તે મેગા બજેટ બનાવવાનો છે. સાજિદે જ્યારે આ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી તો સૌથી પહેલાં તેના દિમાગમાં સલમાનનું નામ આવ્યું હતું. સલમાનને જ્યારે આ ફિલ્મ વિશે જણાવ્યું તો તેણે તરત હા પાડી દીધી હતી. ‘કિક 2’ દ્વારા તે ફરીથી દેવીલાલ સિંહ ઉર્ફે ડેવિલના રોલમાં પાછો ફરવાનો છે. એવું જાણવા મળ્યું છે કે આ ફિલ્મ ૨૦૨૫ની ઈદ દરમ્યાન રિલીઝ થવાની છે.