સલમાનની લેટેસ્ટ ફિલ્મ સિકંદરને મિક્સ રિપોર્ટ મળી રહ્યા છે ત્યાં ઍક્ટરની નવી ફિલ્મની ચર્ચા શરૂ થઈ ગઈ છે
સલમાન ખાનની લેટેસ્ટ ફિલ્મ ‘સિકંદર’ નું પોસ્ટર
સલમાન ખાનની લેટેસ્ટ ફિલ્મ ‘સિકંદર’ ઈદ વખતે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને બહુ જબરદસ્ત સફળતા નથી મળી અને મિક્સ રિવ્યુ મળી રહ્યા છે. આ સંજોગોમાં સલમાને ગભરાવાને બદલે કમર કસી છે અને તેના આગામી પ્રોજેક્ટની ચર્ચા શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે સલમાન હવે ડિરેક્ટર હરીશ શંકર સાથે પ્રોજેક્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મનું ‘પુષ્પા 2’ ફેમ માઇથ્રી મૂવી મેકર્સ સાથે કનેક્શન છે અને સલમાન સાથેની ફિલ્મ બહુ મોટા પાયે બનાવવામાં આવશે.
હરીશ શંકર આ પહેલાં સલમાનની બ્લૉકબસ્ટર ‘દબંગ’ની તેલુગુમાં પવન કલ્યાણ સાથે ‘સરદાર ગબ્બર સિંહ’ના નામે રીમેક બનાવી ચૂક્યા છે. જોકે સલમાન સાથેની લેટેસ્ટ ફિલ્મ વિશે સલમાન કે પછી હરીશ શંકર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.

