દબંગ 3 અભિનેત્રી સઈ માંજરેકર ક્રચેસ સાથે થઈ સ્પૉટ, જુઓ વીડિયો
ફિલ્મ દબંગ 3 દ્વારા બોલીવુડમાં ડેબ્યૂ કરનારી સઈ માંજરેકર પોતાની પહેલી ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. સઈ માંજરેકરને તાજેતરમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન સ્પૉટ કરવામાં આવી હતી. સઇ સેચ પર ક્રચેસ સાથે ચાલતી જોવા મળી છે, સઈએ આ અવસરે પંજાબી ડ્રેસ પહેર્યો હતો અને તે એક ગુડિયા જેવી દેખાતી હતી. તેને ઇજા કેવી રીતે થઈ, તે વિશે હજી કંઇ પણ સમાચાર મળ્યા નથી.
ફિલ્મ દબંગ 3નું નિર્દેશન પ્રભુદેવાએ કર્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન, સોનાક્ષી સિન્હા, અરબાઝ ખાન અને કિચા સુદીપની પણ મુખ્ય ભૂમિકાઓ છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરને રિલીઝ થવાની છે.
ADVERTISEMENT
ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં સઈ માંજરેકરે પોતાના માતા-પિતા સાથે કામ કરવાના અનુભવ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તેમના પિતાની સાથેના જે સીન્સ છે, તેમાં તેની માતા પણ છે, જે આને વધારે ખાસ બનાવે છે. તેના શૂટિંગ દરમિયાન તે ખૂબ જ ખુશ હતી.
View this post on Instagram#SaieeManjrekar promotes #Dabangg3 . . @saieemmanjrekar . . #instabollywoodgyan
તે પોતાના માતા-પિતા સાથે સેટ પર હતી અને ત્રણે પર આધારિત એક સીન પર કામ કરી રહી હતી. સઈએ આગળ કહ્યું તે પોતાની પહેલી ફિલ્મમાં આથી વધુ તેની માટે કંઇ જ ન હોઇ શકે. સઈ માંજરેકર ફિલ્મ અભિનેતા મહેશ માંજરેકરની દીકરી છે. આ ફિલ્મની સ્ટોરી સલમાન ખાને લખી છે. આ ફિલ્મ દબંગની પ્રિક્વલ છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને સઇ માંજરેકરની લવ સ્ટોરી દેખાવવામાં આવશે. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા પણ મુખ્ય રોલમાં દેખાશે.
આ પણ વાંચો : Divyanka Tripathi: જુઓ આ સીધી સાદી વહુનો છે આટલો મૉર્ડન અંદાજ
આ ફિલ્મમાં મુન્ના બદનામ હુઆ ગીત પણ છે. આ ગીત પર સલમાન અને વરીના હુસૈને પણ ખૂબ જ ડાન્સ કર્યું છે. સલમાન ખાન બોલીવુડના અગ્રણી કલાકાર છે અને તે હાલ ટીવી પર આવતાં Bigg Boss 13 પણ હોસ્ટ કરી રહ્યો છે. બધાં આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે. તાજેતરમાં જ ફિલ્મનો આગામી પાર્ટ બનાવવાની વાત કરવામાં આવી હતી.

