આ શોના પ્રમોશન વખતે ‘ધ કપિલ શર્મા શો’માં અનિલ કપૂર, આદિત્ય રૉય કપૂર, સોભિતા ધુલિપલા અને તિલોત્તમા શોમ પહોંચ્યાં હતાં.
સલમાન ખાન
અનિલ કપૂરે જણાવ્યું હતું કે એક વખત તેનાં કપડાંનું બિલ જોઈને સલમાન ખાન ચોંકી ગયો હતો. તેણે જણાવ્યું કે તેની આખી કરીઅરમાં તેનાં કપડાંનું આટલું બિલ નથી આવ્યું. તેની ‘ધ નાઇટ મૅનેજર 2’ ડિઝની+હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે. આ શોના પ્રમોશન વખતે ‘ધ કપિલ શર્મા શો’માં અનિલ કપૂર, આદિત્ય રૉય કપૂર, સોભિતા ધુલિપલા અને તિલોત્તમા શોમ પહોંચ્યાં હતાં. એ દરમ્યાન અનિલને કપિલે પૂછ્યું કે ‘એ સિરીઝમાં તેં જે આઉટફિટ્સ પહેર્યા છે એ સ્ક્રિપ્ટની ડિમાન્ડ હતી કે પછી તેં ડિમાન્ડ કર્યા હતા?’
એનો જવાબ આપતાં અનિલ કપૂરે કહ્યું કે આ મારી ડિમાન્ડ હતી. અનિલ કપૂર અને સલમાને એકસાથે ‘નો એન્ટ્રી’ અને ‘બીવી નંબર વન’માં કામ કર્યું હતું. તેનાં કપડાંનું બિલ જોઈને સલમાનનું કેવું રીઍક્શન હતું એ વિશે અનિલ કપૂરે કહ્યું કે ‘મેં સલમાન ખાન સાથે એક ફિલ્મ કરી હતી અને જ્યારે મારાં કપડાંનું બિલ આવ્યું તો એની મોટી રકમ જોઈને સલમાને કહ્યું કે ‘તારાં કપડાં જેવું આટલું મોટું બિલ મારી આખી કરીઅરમાં નથી આવ્યું.’ તો મેં તેને કહ્યું કે તું તો હૅન્ડસમ છે. તું જીન્સ અને ટી-શર્ટમાં પણ સારો દેખાઈશ પણ મારે તો સારાં કપડાં પહેરવાં પડશેને!’