સલમાનની અત્યાર સુધીની ફિલ્મોમાં ન જોઈ હોય એવી ફાઇટ દબંગ 3માં જોવા મળશે
સલમાન ખાન (File Photo)
(આઇ.એ.એન.એસ.) સલમાન ખાનની ‘દબંગ 3’ના ક્લાઇમેક્સમાં દેખાડવામાં આવેલી ફાઇટ અત્યાર સુધી સલમાનની કોઈ ફિલ્મમાં નહીં જોઈ હોય એવી છે. ફિલ્મનાં ક્લાઇમેક્સમાં સલમાનનું પાત્ર ચુલબુલ પાન્ડે અને બલ્લીની ભૂમિકા ભજવનાર સુદીપ કિચ્ચા વચ્ચે જોરદાર ફાઇટ થાય છે. આ ઍક્શન સીક્વન્સમાં ઘણી કાર્સને પણ ઉડાડવામાં આવી છે. આ સાથે જ ફાઇટ માટે સુદીપ કિચ્ચાની ગૅન્ગમાં ઘણા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સીક્વન્સ સલમાનનાં ફૅન્સ માટે એક મોટી ટ્રીટ કહી શકાય છે. ‘દબંગ 3’ને પ્રભુદેવાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં સોનાક્ષી સિંહા, અરબાઝ ખાન અને મહેશ માંજરેકરની દીકરી સઇ માંજરેકર જોવા મળવાની છે. ૨૦મી ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા નાનકડી ભૂમિકામાં જોવા મળશે.
આ પણ જુઓ : બિગ બૉસમાં નિષ્ફળ રહ્યા આ 9 મોટા સિતારાઓ, સલમાનની સલાહ પણ ન સમજ્યા..
શુક્રવારે ફરી બિગ બૉસના ઘરમાં એન્ટ્રી કરશે સિર્દ્ધાથ શુક્લા
સિદ્ધાર્થ શુક્લા ફરી ‘બિગ બૉસ’ના ઘરમાં બહુ જલદી એન્ટ્રી કરશે. તેને ટાઇફોઈડ થયો હોવાથી તે હાલમાં જ ‘બિગ બૉસ’ના ઘરમાંથી બહાર નીકળ્યો હતો. જોકે તે સંપૂર્ણ પણે ઘરમાંથી બહાર નહોતો નીકળ્યો. ‘બિગ બૉસ’ના સિક્રેટ રૂમમાં તે આ માટે સારવાર લઈ રહ્યો હતો. તેની સાથે પારસ છાબરા પણ ત્યાં હતો જે તેની સર્જરી બાદ ડૉક્ટરના ઑબ્ઝર્વેશન હેઠળ છે. સિદ્ધાર્થની તબિયત સુધરી ગઈ હોવાથી તે હવે શુક્રવારે ફરી ઘરમાં એન્ટ્રી કરશે.

