ડેઇઝી શાહ કહે છે કે સૌના માટે થતી હતી સ્વાદિષ્ટ પકવાનોની મિજબાની
સલમાન ખાન અને ડેઈઝી શાહ
સલમાન ખાનના સેટનો નજારો એક રિસૉર્ટ જેવો બની જતો હતો એવું ડેઇઝી શાહે કહ્યું છે. ડેઇઝીએ ૨૦૧૪માં આવેલી સલમાનની ફિલ્મ ‘જય હો’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેણે સલમાન સાથે ‘રેસ 3’માં કામ કર્યું હતું. સલમાન સાથે કામ કરતી વખતે સેટ પર કાસ્ટ અને ક્રૂને દરરોજ વિવિધ પકવાનોની મિજબાની મળે છે. એ વિશે ડેઇઝી કહે છે, ‘એવું લાગતું હતું કે રિસોર્ટ સેટ-અપ હોય. તેની વૅનિટી વૅનની બહાર મોટો ટેન્ટ લગાવવામાં આવતો હતો. ત્રણ ટેબલ અને ૧૦-૧૫ ચૅર્સ રાખવામાં આવતી હતી. અન્ય એક ટેબલ પર ફૂડ રાખવામાં આવતું હતું. એ બુફે સિસ્ટમ રહેતી. હું ત્યાં વડાપાંઉ ખાતી અને ક્યારેક લાઇવ પાણીપૂરી અને ઢોસાનું કાઉન્ટર પણ રહેતું હતું.’

