સિદ્દીકી ઈસ્માઈલના પાર્થિવ દેહને 9 ઓગસ્ટના રોજ સવારે 9થી 11:30 સુધી કદવંથરાના રાજીવ ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો હતો.
સિદ્દીકી ઈસ્માઈલ
ઇંડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મંગળવારે જાણીતા ડિરેક્ટર સિદ્દીકી ઈસ્માઈલનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ તેમને સોમવારે હાર્ટ એટેક (Heart Attack)આવ્યો હતો. 63 વર્ષીય સિદ્દીક ઈસ્માઈલ મલયાલમ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડિરેક્ટર હતા. તેઓએ અનેક ફિલ્મો ડિરેક્ટ કરી છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ન્યુમોનિયાથી પીડિત હતા. ઉપરાંત તેઓને લિવરની પણ સમસ્યા હોવાના સમાચાર છે. તેમની તબિયત વધુ બગડતાં તેમને કોચીની અમૃતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમને એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન (ECMO)ના સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન તેમને હાર્ટએટેક આવ્યો હતો. ત્યારબાદ તેઓને કોચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.
સિદ્દીકી ઈસ્માઈલના પાર્થિવ દેહને 9 ઓગસ્ટના રોજ સવારે 9થી 11:30 સુધી કદવંથરાના રાજીવ ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો હતો. અહીં સૌએ તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. ત્યારબાદ અહીંથી તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને લઈ જવામાં આવશે. તેમના ઘરે પણ તેમના સગાસંબંધીઓ તેઓને શ્રદ્ધાંજલિ આપશે. મળતી માહિતી મુજબ બુધવારે સાંજે 6 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ADVERTISEMENT
સિદ્દીકીએ મલયાલમ ઉપરાંત તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોનું પણ ડિરેક્શન કર્યું છે. ખાસ વાત એ છે કે તેઓએ સલમાન ખાન (Salman Khan)ની ‘બોડીગાર્ડ’ ફિલ્મનું પણ ડિરેક્શન કર્યું હતું. આ ઉપરાંત તેઓએ `બિગ બ્રધર` પણ ડિરેક્ટ કરી હતી. જે તેઓની છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી.
સિદ્દીકી ઈસ્માઈલ ભારતના શ્રેષ્ઠ ડિરેક્ટરોમાંથી એક હતા. તેમની પહેલી ફિલ્મ `રામજી રાવ સ્પીકિંગ` હતી, જે વર્ષ 1989માં આવી હતી. આ ઉપરાંત તેઓએ `હરિહર નગર`, `ગોડફાધર`, `કાબુલીવાલા`, `વિયેતનામ કોલોની` અને `હિટલર` જેવી અનેક જાણીતી ફિલ્મો આપી છે.
બોલિવૂડની વાત કરીએ તો, સિદ્દીકી ઈસ્માઈલે સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડનું નિર્દેશન કર્યું હતું. 2011માં આવેલી આ ફિલ્મ લોકોને પસંદ પડી હતી. આ ફિલ્મને માત્ર ઉત્તર ભારતમાં જ નહીં પરંતુ દક્ષિણ ભારતમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે એક મહાન દિગ્દર્શક હોવા ઉપરાંત સિદ્દીકી એક સારા અભિનેતા પણ હતા. તે 2022માં કેનકેમમમાં સ્પેશિયલ અપિયરન્સમાં જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે તેઓ એક સારા ડિરેક્ટરની સાથે સારા અભિનેતા પણ હતા. તેઓ 2022માં આવેલી ફિલ્મ કેનકેમમમાં સ્પેશિયલ અપિયરન્સમાં જોવા મળ્યો હતો. સિદ્દીકી ઈસ્માઈલના નિધનથી તેમના પરિવારમાં શોકનો માહોલ છે. તેમના પરિવારમાં પત્ની સજિતા અને 3 પુત્રીઓ સુમાયા,સારા અને સકૂન છે. સિદ્દીકીના અંતિમ સંસ્કાર સાંજે 6 વાગ્યે કરવામાં આવશે.