Salman Khan reaches Jamnagar: બૉલિવૂડના ભાઈજાને લાઇટ બ્લૂ ટી-શર્ટ પહેરી હતી જે તેણે વાદળી જીન્સ સાથે મૅચ થતી હતી. સામાન્ય સ્વૅગ સાથે, અભિનેતા જામનગર ઍરપોર્ટથી એક અજ્ઞાત સ્થાન તરફ ચાલ્યો ગયો. તેની મુલાકાતનો હેતુ જાણી શકાયો નથી.
સલમાન ખાન (ફાઇલ તસવીર)
ફિલ્મ `સિકંદર`નું ટ્રેલર રવિવારે મુંબઈમાં લૉન્ચ કર્યા બાદ હવે, સલમાન ખાન ગુજરાતના જામનગર પહોંચ્યો છે. તેના ચાહકો તેને મળ્યા હતા, બૉલવૂડનો ભાઈજાન ગુજરાતીમાં તેને મળવા આવેલા લોકોનું સ્વાગત કરતા જોવા મળી રહ્યો છે. સલમાનના આ અંદાજનો વીડિયો હવે સામે આવ્યો છે.
સ્થાનિક મીડિયા સાથે ગુજરાતીમાં વાત કરતો સલમાન ખાન સુરક્ષા કર્મચારીઓથી ઘેરાયેલો દેખાઈ રહ્યો છે. જ્યારે એક પાપારાઝીએ તેનું સ્વાગત કરીને પૂછ્યું, "મજામાં", ત્યારે અભિનેતાએ પણ તે જ શબ્દોમાં જવાબ આપ્યો અને કહ્યું “હા મજામાં”. બૉલિવૂડના ભાઈજાને લાઇટ બ્લૂ ટી-શર્ટ પહેરી હતી જે તેણે વાદળી જીન્સ સાથે મૅચ થતી હતી. સામાન્ય સ્વૅગ સાથે, અભિનેતા જામનગર ઍરપોર્ટથી એક અજ્ઞાત સ્થાન તરફ ચાલ્યો ગયો. તેની મુલાકાતનો હેતુ જાણી શકાયો નથી.
ADVERTISEMENT
સલમાન ખાન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ `સિકંદર`નું ખૂબ જ અપેક્ષિત ટ્રેલર 23 માર્ચે મુંબઈમાં એક ભવ્ય ઈવેન્ટમાં રિલીઝ થયું હતું. આ ટ્રેલરે ચાહકોમાં ઉત્સાહ વધારી દીધો છે. હાઈ-ઓક્ટેન ઍક્શન, માસ મેન્ટ અને પ્વરફૂલ ડાયોગ્સથી ભરેલું ટ્રેલર એક અણધાર્યા વળાંક સાથે સમાપ્ત થાય છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું.
View this post on Instagram
એક અદ્ભુત ક્ષણમાં રશ્મિકા સલમાન ખાનની તીવ્ર લડાઈ સિક્વન્સ સાથે કાલાતીત ક્લાસિક `લગ જા ગેલ` ગીત ગાય છે. જ્યારે ઘણા લોકો માને છે કે રશ્મિકાએ આ ટ્રેકમાં પોતાનો અવાજ આપ્યો છે, જોકે જાણવા મળ્યું છે કે ગીત પાછળ ખરેખર યુલિયા વંતુર છે. સલમાન ખાનની ફિલ્મોમાં પરિચિત અવાજ યુલિયાએ અગાઉ રાધે (2021) માં સીટી માર અને ઝૂમ ઝૂમ જેવા હિટ ગીતો તેમજ રેસ 3 (2018) માં સેલ્ફિશ અને પાર્ટી ચલે ઓન જેવા હિટ ગીતો ગાયા છે.
રસપ્રદ વાત એ છે કે, આ પહેલીવાર નથી જ્યારે યુલિયાએ કોઈ ક્લાસિક ફરીથી ગાયું હોય. ૨૦૨૩ માં, તેણે નમક હલાલમાંથી રાત બાકી ગીત રજૂ કર્યું, જે મૂળ આશા ભોંસલેએ ગાયું હતું. હવે, તેણે વો કૌન થી (૧૯૬૪) માં લતા મંગેશકર દ્વારા રજૂ કરાયેલા આઇકોનિક લગ જા ગલેને પોતાનો અવાજ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની આ ફિલ્મના ટ્રેલર લૉન્ચ સમયે, તેણે પોતે રશ્મિકાના લગ જા ગલે સિક્વન્સની પ્રશંસા કરી હતી અને તેને ટ્રેલરનો પોતાનો પ્રિય ભાગ ગણાવ્યો હતો. તેણે થોડી પંક્તિઓ પણ ગાઈ અને મીડિયાને પણ તેમાં જોડાવ્યું હતું, જેનાથી ઓનલાઈન વાયરલ ક્ષણ બની હતી. આ કાર્યક્રમમાં તેની સાથે રશ્મિકા મંદાના, કાજલ અગ્રવાલ, શરમન જોશી, સત્યરાજ, અંજિની ધવન, નિર્માતા સાજિદ નડિયાદવાલા અને દિગ્દર્શક એ. આર. મુરુગદાસ જોડાયા હતા. આ ફિલ્મ ઈદના રોજ તે 30 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે.

