સલમાન ખાનને પ્રૅન્ક કરવા ખૂબ જ પસંદ છે: મિકા સિંહ
મિકા સિંહ
મિકા સિંહનું કહેવું છે કે સલમાન ખાન હંમેશાં લોકો સાથે પ્રૅન્ક કરતો રહે છે. ઝી ટીવી પર ગઈ કાલથી ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’ની શરૂઆત થઈ છે. આ શોનો સલમાન બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે. આ શોના લૉન્ચ દરમ્યાન સલમાન ખાન હાજર હતો. એ સમયે પંજાબ લાયનના કૅપ્ટન મિકા સિંહે કહ્યું હતું કે ‘સલમાન ભાઈને આદત છે કે તેઓ ગમે તે સમયે ગમે તેને કૉલ કરે છે પછી એ મધરાતે એક વાગ્યે હોય કે ચાર વાગ્યે. એક દિવસ તેમણે મને ફોન કરીને કહ્યું હતું કે મેં જે ગીત ગાયું હતું એ જ ગીતને તેમણે પણ રેકૉર્ડ કર્યું છે. આથી મારું સૉન્ગ તો ગયું. હું ખૂબ જ ટેન્શનમાં આવી ગયો હતો, કારણ કે સલમાનભાઈએ ગીત ગાયું હોય તો પછી મારા ગીતને કોઈ નહીં સાંભળે. બીજા દિવસે મેં સવારે કમ્પોઝરને ફોન કર્યો હતો ત્યારે મને ખબર પડી હતી કે ભાઈએ કોઈ ગીત રેકૉર્ડ નહોતું કર્યું, તેઓ ફક્ત મારી મજા લઈ રહ્યા હતા.’

