શાહરુખની ‘ડંકી’ રિલીઝ થયા બાદ તે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છે. ‘ટાઇગર વર્સસ પઠાન’ને કદાચ સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરશે.
સલમાન ખાન
સલમાન ખાને ફિલ્મ ‘ટાઇગર વર્સસ પઠાન’માં કામ કરવા માટેની તૈયારી દેખાડી છે. યશરાજ ફિલ્મ્સ એને પ્રોડ્યુસ કરશે. શાહરુખ ખાન પણ આ ફિલ્મમાં જોવા મળશે. શાહરુખની ‘ડંકી’ રિલીઝ થયા બાદ તે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છે. ‘ટાઇગર વર્સસ પઠાન’ને કદાચ સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરશે. એવું પણ જાણવા મળ્યું છે કે આ ફિલ્મ ડિરેક્ટ કરવા માટે તેને ૪૦ કરોડ
રૂપિયા ફી તરીકે આપવામાં આવ્યા છે. યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની આ સાતમી ફિલ્મ બનશે. આ ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ કરવામાં આવશે એ
વિશે પૂછવામાં આવતાં સલમાન ખાને કહ્યું કે ‘ટાઇગર હંમેશાં તૈયાર જ છે. એથી જ્યારે પણ બધું રેડી થશે, હું પહોંચી જઈશ.’
‘ટાઇગર 3’ના ફૅન્સને ખાસ અપીલ
સલમાન ખાનની ‘ટાઇગર 3’ આજે રિલીઝ થઈ રહી છે. ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. એવામાં સલમાને લોકોને એક ખાસ વિનંતી કરી છે કે ફિલ્મ જોયા બાદ એના વિશેનાં સીક્રેટ જાહેર ન કરવામાં આવે. ફિલ્મમાં કૅટરિના કૈફ અને ઇમરાન હાશ્મી જોવા મળશે. તો સાથે જ શાહરુખ ખાન પઠાન બનીને આવશે. યશરાજ ફિલ્મ્સે એને પ્રોડ્યુસ અને મનીષ શર્માએ ડિરેક્ટ કરી છે. એવામાં ફિલ્મને લઈને ફૅન્સને ખાસ અપીલ કરતાં ઇન્સ્ટાસ્ટોરી પર સલમાને લખ્યું છે, ‘અમે ખૂબ મહેનતથી ‘ટાઇગર 3’ બનાવી છે અને અમને તમારા પર વિશ્વાસ છે કે તમે ફિલ્મ જોયા બાદ સ્પોઇલર્સ જાહેર નહીં કરો. સ્પોઇલર્સ ફિલ્મ જોવાની મજા બગાડી શકે છે. તમારા પર ભરોસો છે કે તમે એને જાળવી રાખશો. આશા છે કે ‘ટાઇગર 3’ અમારા તરફથી તમને પર્ફેક્ટ દિવાલી ગિફ્ટ હશે. આજે આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે.’
ADVERTISEMENT
બીજી તરફ ઇન્સ્ટાસ્ટોરી પર કૅટરિનાએ લખ્યું છે કે ‘ફિલ્મ ‘ટાઇગર 3’નો પ્લૉટ, ટ્વિસ્ટ્સ અને સરપ્રાઇઝ ફિલ્મ જોવાના અનુભવમાં ગજબનો ઉમેરો કરશે. એથી સૌને વિનંતી કરીએ છીએ કે સ્પોઇલર્સને જાહેર ન કરતાં. અમારી મહેનતને જાળવી રાખવાનું તમારા હાથમાં છે. એથી લોકોને શ્રેષ્ઠ મનોરંજન મળી શકશે. થૅન્ક યુ અને હૅપી દિવાલી.’ સાથે જ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળનાર ઇમરાને પણ આવી વિનંતી કરી છે. એ વિશે ઇન્સ્ટાસ્ટોરી પર ઇમરાને લખ્યું છે, ‘ફિલ્મ ‘ટાઇગર 3’માં અસંખ્ય સીક્રેટ્સ છે અને અમને ભરોસો છે કે તમે એને જાળવી રાખશો. મહેરબાની કરીને કોઈ સ્પોઇલર્સ જાહેર ન કરતાં. ‘ટાઇગર 3’ બનાવવામાં અમે ખૂબ મહેનત કરી છે અને આશા છે કે તમે અમને સપોર્ટ કરશો.’