આ ફિલ્મ માટે ત્યાં જેલ અને કેબલ કારનો સેટ બનાવવામાં આવ્યો છે.
સલમાન ખાન
સલમાન ખાને હાલમાં જ એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. ફોટોમાં તેને ખભા પર ઈજા થયેલી જોઈ શકાય છે. તેણે કાઇનિસઓલોજી ટેપ લગાવેલી દેખાઈ રહી છે. ‘ટાઇગર 3’નું શૂટિંગ હાલમાં મઢ આઇલૅન્ડમાં કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ માટે ત્યાં જેલ અને કેબલ કારનો સેટ બનાવવામાં આવ્યો છે. તેની સાથે શાહરુખ ખાન પણ ત્યાં શૂટિંગ કરી રહ્યો છે. ફોટો શૅર કરીને સલમાને કૅપ્શન આપી હતી કે ‘તમને જ્યારે લાગે છે કે તમે દુનિયાનો ભાર તમારા ખભા પર ઉઠાવી શકો છો ત્યારે તમને કહેવામાં છે કે દુનિયા તો છોડો, પાંચ કિલો કા ડમ્બેલ્સ ઉઠાકે દિખાઓ. ટાઇગર જખમી હૈ.’