પોતાની સાથે ફૅમિલીની સિક્યૉરિટીને પણ ધ્યાનમાં રાખીને તે પનવેલ રહેવા જતો રહેશે એવી ચર્ચા છે
સલમાન ખાનની તસવીર
સલમાન ખાન હવે ગૅલૅક્સી અપાર્ટમેન્ટ છોડીને પનવેલના તેના ફાર્મહાઉસમાં હંમેશાં માટે રહેવા જતો રહેશે એવી ચર્ચા છે. તેના ઘર પર થયેલા ગોળીબાર બાદ તેની સિક્યૉરિટીને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. તેની સિક્યૉરિટી માટે પોલીસ તો હાજર રહે છે, પરંતુ એમ છતાં એ સતત ચિંતાનો વિષય રહે છે. મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ પણ કહ્યું હતું કે તેઓ આ કેસના અંત સુધી પહોંચશે. જોકે સલમાન હવે તેની સિક્યૉરિટી વિશે પોતે વિચારી રહ્યો છે. તે હવે પનવેલના તેના ફાર્મહાઉસમાં હંમેશાં માટે રહેવા જવાનું વિચારી રહ્યો છે. તે ઘણો સમય ત્યાં પસાર કરે છે. તેમ જ તેના ફાર્મહાઉસની નજીક જ ‘બિગ બૉસ’નો સેટ હોય છે. તે ‘બિગ બૉસ ઓટીટી 3’ અને ‘બિગ બૉસ 18’ને હોસ્ટ કરશે અને એથી તે ઘણો સમય ઘરની બહાર રહેશે. તેમ જ તે ‘સિકંદર’નું પણ શૂટિંગ શરૂ કરવાનો છે એ માટે પણ તે ઘરથી દૂર રહેશે. કામ માટે ઘરથી દૂર રહેવું તેને પસંદ છે, પરંતુ તે તેનાં મમ્મી-પપ્પાને કારણે ઘર છોડીને જવા નથી માગતો. જોકે તેમની પણ સિક્યૉરિટીને ધ્યાનમાં રાખીને તે હવે પનવેલ રહેવા જવાનું ખરેખર વિચારી રહ્યો હોવાની ચર્ચા છે.