Salman Khan Birthday 2023: ભાઈજાન પોતાનો 58મો જન્મદિવસ ઉજવવા માટે વહેલી સવારે મુંબઈ પરત ફર્યો હતો. આજે વહેલી સવારે સલમાન ખાનને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો.
સલમાન ખાન (તસવીર : યોગેન શાહ)
કી હાઇલાઇટ્સ
- ભાઈજાન પોતાનો 58મો જન્મદિવસ ઉજવવા માટે વહેલી સવારે મુંબઈ પરત ફર્યો હતો
- એક્ટર બ્લેક ટી-શર્ટમાં લોકોનું અભિવાદન ઝીલતો જોવા મ્લ્યો હતો
- એક્ટરે તેનો બર્થ-ડે તેની ભત્રીજી આયત સાથે કેક કાપીને ઉજવ્યો હતો
આજે સુપરસ્ટાર સલમાન ખાનનો 58મો જન્મદિવસ (Salman Khan Birthday 2023) છે. ભાઈજાન પોતાનો 58મો જન્મદિવસ ઉજવવા માટે વહેલી સવારે મુંબઈ પરત ફર્યો હતો. આજે વહેલી સવારે સલમાન ખાનને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. આ સાથે જ તે આજે તેણે લોકો સાથે હાથ મિલાવીને તેના ફેન્સનું અભિવાદન પણ કર્યું હતું. તેને શુભકામનાઓ પાઠવવા અનેક લોકો એરપોર્ટ પર હાજર થઈ ગયા હતા.
ભાઈજાન મંગળવારે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. અને આજે 27મી ડિસેમ્બરના રોજ તેના 58મા જન્મદિવસ (Salman Khan Birthday 2023ના રોજ તે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ભાઈજાન બ્લેક શર્ટ અને બ્લુ જીન્સ સાથે બ્લેક જેકેટ પહેરીને લોકોનું અભિવાદન કરતો જોવા મ્લ્યો હતો.
ADVERTISEMENT
ગયા રવિવારે સલમાને મુંબઈમાં તેની બહેન અર્પિતા ખાન શર્માના ઘરે તેના ભાઈ-અભિનેતા અરબાઝ ખાન અને શૌરા ખાનના ખાનગી લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. આ સાથે જ સોહેલ, સલીમ ખાન, સલમા ખાન, હેલન, અલવીરા અગ્નિહોત્રી, અતુલ અગ્નિહોત્રી સહિત સમગ્ર ખાન પરિવારે અરબાઝ અને શૌરાના નિકાહમાં હાજરી આપી હતી.
એક વીડિયોમાં સલમાનને કેટલાક ફોટોગ્રાફરો દ્વારા ખેંચવામાં આવી રહ્યો છે. જેઓ તેની એક ઝલક માટે એરપોર્ટ ટર્મિનલની બહાર ઉભા હતા. ટાઈગર એક્ટર બ્લેક ટી-શર્ટમાં હેન્ડસમ જોવા મળ્યો હતો. તેનો બોડીગાર્ડ શેરા તેની બાજુમાં ચાલતો જોવા મળ્યો હતો.
સલમાન ખાને પોતાનો જન્મદિવસ ભત્રીજી આયત સાથે ઉજવ્યો
સલમાન ખાને તેનો 58મો
rel="noopener">જન્મદિવસ (Salman Khan Birthday 2023 તેની ભત્રીજી આયત સાથે કેક કાપીને ઉજવ્યો હતો. સલમાન ખાનના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બોલિવૂડના સુલતાનને તેના ખાસ દિવસની ઉજવણી તેના નજીકના મિત્રો અને પરિવાર સાથે કરતા જોઈ શકાય છે.
સલમાન ખાનની બર્થડે પાર્ટી (Salman Khan Birthday 2023માં લુલિયા વંતુર, અરબાઝ ખાન, અરહાન ખાન, હેલન, અલવીરા ખાન અગ્નિહોત્રી, આયુષ શર્મા, અર્પિતા ખાન શર્મા, બોબી દેઓલ સહિત ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. સલમાન ખાનના જન્મદિવસની ઉજવણી કોઈ સ્ટાર સ્ટડેડ અફેરથી ઓછી ન હતી.
સલમાન ખાનનું વર્ક ફ્રન્ટ
સલમાન તાજેતરમાં જ એક્શન થ્રિલર ફિલ્મ `ટાઈગર 3`માં જોવા મળ્યો હતો. મનીષ શર્મા દ્વારા નિર્દેશિત કરવામાં આવેલી આ ફિલ્મમાં કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી પણ મુખ્ય ભૂમિકામાં હતા. `ટાઈગર 3`ના જંગી બોક્સ ઓફિસ કલેક્શન વિશે ખાસ વાત કરતા સલમાને ANIને જણાવ્યું હતું કે, "દિવાળીનો સમય હતો અને વર્લ્ડ કપ ચાલી રહ્યો હતો અને દરેકની રુચિ તેમાં હતી, પરંતુ તેમ છતાં અમને જે નંબરો મળ્યા છે તે અદ્ભુત છે... અમે તેના માટે ખૂબ જ આભારી અને ખુશ છીએ.”

