સલમાન ખાનની ભવિષ્યની દરેક ફિલ્મ લખવા માટે હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થવો જોઈએ અને એ માટે કહેવું જોઈએ કે એવી ફિલ્મની સ્ક્રિપ્ટ લખ જેને ભારતભરના લોકો પસંદ કરે
કિસી કા ભાઈ કિસી કા જાન ફિલ્મ
ભાઈ અર્થાત્ સલમાન ખાનની ઉંમર ૫૭ વર્ષની થઈ ગઈ છે. તે ઈદમાં નવી ફિલ્મ રિલીઝ કરવા માટે જાણીતો છે. તેની આ ફિલ્મમાં તે તેની ઉંમરનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મમાં તેના પ્રેમની હાર થઈ છે. ત્યાર બાદ તે એ પ્રેમ પામવા માટે પ્રયત્ન પણ નથી કરતો. એ છોકરી કોણ હતી?
ભાગ્ય, અર્થાત્ ભાગ્યશ્રી તેના પતિ હિમાલય અને તેના દીકરા અભિમન્યુ સાથે જોવા મળે છે. વર્ષો પહેલાં ‘મેંને પ્યાર કિયા’ (૧૯૮૯) ફિલ્મના ગીત ‘મેરે રંગ મેં’ સિનેમામાં ભાઈ અને ભાગ્યશ્રી સાથે બૅકગ્રાઉન્ડમાં વાગે છે. તેને પ્રેમ ન મળતાં તે સિંગલ રહ્યો છે. ભાગ્યશ્રી માટે ભાઈ શહેર છોડીને પણ નથી જતો. તે એ જ શહેરમાં રહેવા માંડે છે. તે દિલ્હીમાં વસવાટ કરી રહ્યો છે એ દર્શાવવા માટે ઘણા ડ્રોન શૉટ દેખાડવામાં આવ્યા છે. તે દિલ્હીના કનોગત એરિયામાં રહે છે. તેમના ભાઈઓ નાલાયક છે, પરંતુ તેઓ તેના ભાઈની પૂજા કરતા હોય છે એથી તે તેમની કાળજી લે છે. એ જોવા માટે હું થિયેટરમાં એન્ટર થયો હતો. આ ફિલ્મ ફક્ત ભાઈના ફૅન્સ માટે છે જેને પહેલેથી જ ભાઇટર્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે. હું કોઈ કાર્ડ લઈને નથી ફરતો, પરંતુ મને પણ ફિયર ઑફ મિસિંગ આઉટ છે એટલે મારે આ ફિલ્મ જોવી જ રહી.
દાયકાઓથી સલમાન, ઉત્તર ભારતના સિંગલ પુરુષોના આશ્રયદાતા આ ફિલ્મ દ્વારા ઘણા મેસેજ આપે છે. અહીં તે સ્વીકારે છે કે ૯૯.૯૯ ટકા સ્ત્રીઓ સારી વ્યક્તિ છે, પરંતુ બાકીની ૦.૦૧ ટકામાંની કોઈ એક બગડેલી કેરી તમારા નસીબમાં હોય તો સમજી લેવું કે તમારી લાઇફનું આવી બન્યું. તે ચેતવણી આપે છે. સલામત રહો.
પ્રેમ, ઇશ્ક, મો નામના તેના ત્રણ ‘ચોમુ’ ભાઈઓનું શું કરવું? ભાઈ જિમમાં ‘પગ ઔર છાતી મારને મેં’ વ્યસ્ત હતા ત્યારે છોકરાઓ મહોલ્લામાંથી ચાહત, સુકૂન, મુસ્કાન નામની છોકરીઓને પટાવી લે છે. તેઓ કેવી રીતે એક થઈ શકે? આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે તેઓ ભાઈ માટે છોકરી શોધે છે. તેઓ ભાગ્ય નામની બીજી છોકરી શોધી કાઢે છે અને એ છે પૂજા હેગડે, ૩૨ વર્ષની. સૉર્ટેડ.
ભાઈ, સાચું કહું તો એક અટવાઈ ગયેલો વ્યક્તિ પણ છે - રોમૅન્સનો વિચાર પણ તેને ભાગ્યે જ આવે છે, રસોઈમાં તે એકદમ ભયંકર છે. તે ડાન્સ પણ એવી રીતે કરે છે જાણે જિમમાં કસરત કરતો હોય. તેણે પોતાનું જીવન પોતાના જેવા ત્રણ છોકરાઓને ઉછેરવામાં વિતાવ્યું છે. આ દૃશ્ય સીધું ‘સત્તે પે સત્તા (૧૯૮૨)માંથી લેવામાં આવ્યું હોય એવું લાગે છે. બાકી આ મૂવી, ભાઈ દ્વારા નિર્મિત હોવાની સાથે તેણે એને કો-રાઇટ પણ કરી હોય અને તેના દ્વારા દિગ્દર્શિત પણ થઈ હોય એવું લાગે છે. ChatGPT દ્વારા આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખેલી હોય એવું લાગે છે. જો એવું ન હોય તો તેની ભવિષ્યની તમામ ફિલ્મો હોવી જોઈએ.
અહીં ChatGPT માટેનો ચોક્કસ કમાન્ડ એ હશે કે ભાઈ માટે એવી ફિલ્મની સ્ક્રિપ્ટ લખવી જેને સમગ્ર ભારતમાં લોકો પસંદ કરે. આ ફિલ્મના જે પણ લેખક હશે એની જગ્યા ટૂંક સમયમાં ChatGPT લઈ લેશે.
આ જોઈને તમે પણ એવું કહી શકો છો કે કોઈ પણ સંજોગોમાં તેની આ ફિલ્મ ભૂતકાળની ફિલ્મો જેવી જ છે. સ્ટ્રીટ સૉન્ગમાં લિપ સિન્ક કરેલા સૉન્ગ અને કેટલાક શબ્દનો અંગ્રેજી ઉપયોગ વગેરે એક ચોક્કસ વર્ગ માટે હોય છે. તેને માટે આ ક્યારેય ખોટું સાબિત નહીં થાય.
તેની દિલ્હી મેટ્રોમાં જે ઍક્શન અને સ્ટન્ટ સીક્વન્સ છે એના VFXની ગુણવત્તા ‘શક્તિમાન’ના લેવલની છે. ભાઈની એન્ટ્રીને પણ સૂર્યવંશી (૧૯૯૨)માંથી લેવામાં આવી હોય એવું લાગે છે. તે બિલ્ડિંગ પરથી કૂદકો મારે છે. તેનું જૅકેટ ઊડતું હોય છે અને તે જેવો જમીન પર લૅન્ડ થાય છે ત્યારે એક જ કોશિશમાં તે એને પહેરી લે છે. ફિલ્મમાં સારી વાત એ છે કે સતીશ કૌશિક એક નાનકડા ભાગમાં જોવા મળી રહ્યા છે. તેઓ પોતે જેવા છે એવા જ જોવા મળ્યા છે. ફક્ત અલગ-અલગ કપડાંમાં જોવા મળે છે. ફિલ્મમાં જે થઈ રહ્યું છે એમાં સ્માઇલ ઉમેરવાનું કામ તેઓ કરે છે. આ ફિલ્મમાં તેઓ નદીમચાચાનું પાત્ર ભજવી રહ્યા છે. આપણે તેમને જરૂર મિસ કરીશું.
શાહરુખ ખાનની ‘ચેન્નઈ એક્સપ્રેસ’ના ‘લુંગી ડાન્સ’ જેવા ગીતનો અહીં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યો યો હની સિંહનું ગીત જે રીતે ક્લોઝિંગ ક્રેડિટમાં છે એ રીતે આ ગીત દ્વારા વેલકમ ટુ સાઉથ ઇન્ડિયા કહેવામાં આવે છે. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ત્યાં કરવામાં આવ્યું છે જે આંધ્ર પ્રદેશ-તેલંગણ હોવાનું લાગી રહ્યું છે.
અહીં મહાન તેલુગુ હીરો વેન્કટેશની એન્ટ્રી થાય છે. મારી ઉંમરના લોકોએ આ વિન્ટેજ બૉલીવુડના હીરોને પહેલી વાર કરિશ્મા કપૂર સાથે ‘અનાડી’ (૧૯૯૩)માં જોયો હતો. દાયકાઓ પછી, અમે તેમને તાજેતરમાં નેટફ્લિક્સ સિરીઝ ‘રાણા નાયડુ’માં જોયો છે. તેનો રોલ ભલે ગમે એટલો ખતરનાક હોય, પરંતુ તેની સ્ક્રીન પ્રેઝન્સ હંમેશાં ખૂબ સારી રહી છે. આ ફિલ્મમાં તે પૂજા હેગડેના ભાઈનું પાત્ર ભજવી રહ્યો છે જે અહિંસામાં માનતો હોય છે. પૂજા પણ ઘણી મોટી તેલુગુ સ્ટાર છે. રામ ચરણે પણ સૉન્ગમાં એક નાનકડી ભૂમિકા ભજવી છે.
‘પુષ્પા’, ‘KGF’ જેવી ફિલ્મોને કારણે હવે નૉર્થ-સાઉથ વચ્ચેના ઍક્ટર્સ હવે સાથે જોવા મળી રહ્યા છે. સાઉથના ફિલ્મસ્ટારને હાલમાં નૉર્થ સ્ટાર અને ઇન્ડિયન બૉક્સ-ઑફિસના હીરો તરીકે પણ જોવામાં આવી રહ્યા છે. શું દક્ષિણના પ્રેક્ષકો ઉત્તર ભારતીય હીરોને તેમના પોતાના સ્ટાર તરીકે સ્વીકારશે? બૉલીવુડનો વિસ્તાર વધારવા માટે આ એક જ રસ્તો છે, પરંતુ એ વિશે હું કંઈ ચોક્કસ કહીં શકું એમ નથી.
જોકે મને એ વાતની ખાતરી છે કે હિન્દી બોલનારા દર્શકોએ પેન ઇન્ડિયા ફિલ્મ તરીકે જેને સ્વીકારી અને બ્લૉકબસ્ટર બનાવી એ કોઈ પણ સ્ટાર માટે મુશ્કેલ નથી. આ માટે તેમણે ફક્ત સારી ફિલ્મ લાવવી જરૂરી છે. સાઉથના સ્ટાર્સને જે સ્ટારડમ મળ્યું એ એટલા માટે કે હિન્દી દર્શકો માટે જે ફિલ્મનો અભાવ હતો એ સાઉથ દ્વારા પૂરી પાડવામાં આવી.
નૉર્થના દર્શકો માટે સાઉથ કા હીરો માટે સૌથી પહેલી અથવા તો નજીકની કોઈ ચૉઇસ હોય તો એ સલમાન ખાન છે. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ પણ અજિતની તામિલ ફિલ્મ ‘વીરમ’ પરથી પ્રેરિત છે. મારી પાસે કોઈએ સલાહ તો નથી માગી, પરંતુ બૉમ્બેમાંથી બનેલી કોઈ ફિલ્મ ખૂબ મોટી પેન ઇન્ડિયા અથવા તો ગ્લોબલ બ્લૉકબસ્ટર બનવી હોય તો એેને ‘બાહુબલી’ અથવા ‘RRR’ના સ્કેલની બનાવવી જરૂરી છે. હીરો તેના ફૅન્સને ChatGPT જેવી વાનગી પીરસીને મૂર્ખ ન બનાવી શકે. આ તો ફક્ત હું કહી રહ્યો છું.
ભાઈની ફિલ્મ ઈદ પર જે ઈદી આપે છે એ એક નિયમ બની ગયો છે. હું ખોટું નહીં બોલું, પરંતુ મેં મોટા પડદા પર તેની ફિલ્મો મિસ કરી છે. તેની છેલ્લી ફિલ્મ કદાચ રાધે (૨૦૨૧) હતી, જેનો પૅન્ડેમિકને કારણે ટીવી પર પ્રીમિયર કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, મારા જેવા રિવ્યુ લખનારા માટે પણ આવી ફિલ્મોનો રિવ્યુ કરવો એ એક વાર્ષિક વિધિનો એક ભાગ છે. મેં ઘણી વાર ફિલ્મોને ફર્સ્ટ-ડે, ફર્સ્ટ-શો, ફર્સ્ટ-રોમાં જોવાનું પસંદ નથી કર્યું. મેં આવું ઘણી વખત કર્યું છે. સિંગલ-સ્ક્રીન સિનેમામાં પણ જવાનું ટાળ્યું છે. શહેરના સૌથી આકર્ષક મલ્ટિપ્લેક્સમાં જવા માટે પણ આળસ આવી છે. જોકે સલમાનની કોઈ ફિલ્મ માટે મેં હજી સુધી આવું નથી કર્યું. હું મિડ-લેવલના મારી પાડોશના મલ્ટિપ્લેક્સમાં ગયો હતો, પરંતુ અંદર કોઈ નહોતું. મને લાગ્યું કે હું વહેલો આવી ગયો. હજી ઈદ નથી આવી. જોકે હું પાછો થિયેટરમાં નહીં આવું. તમને બધાને હૅપી ભાઈ-દિનની ઍડ્વાન્સમાં શુભેચ્છા.
ફાલતુ, ઠીક-ઠીક,
ટાઇમ પાસ,
પૈસા વસૂલ,
બહુ જ ફાઇન