આ બન્ને ફિલ્મોને દસ દિવસ થયા છે, પરંતુ એમ છતાં એ હજી પણ સારો બિઝનેસ કરી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
પ્રભાસની ‘સલાર : પાર્ટ 1 - સીઝફાયર’ અને શાહરુખ ખાનની ‘ડંકી’ બૉક્સ-ઑફિસ પર અનસ્ટૉપેબલ છે. આ બન્ને ફિલ્મોને દસ દિવસ થયા છે, પરંતુ એમ છતાં એ હજી પણ સારો બિઝનેસ કરી રહી છે. જોકે ન્યુ યરને કારણે એના બિઝનેસમાં વધારો થયો હોય એ સમજી શકાય એમ છે. પ્રભાસની ‘સલાર’એ દસમા દિવસે એટલે કે રવિવારે ફક્ત હિન્દીમાં ૯.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે શનિવારે ૭.૫૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ અન્ય ભાષામાં પણ ખૂબ જ સારો બિઝનેસ કરી રહી છે. બીજી તરફ ‘સલાર’ કરતાં એક દિવસ પહેલાં રિલીઝ થયેલી ‘ડંકી’ પણ સારો બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મે રવિવારે ૧૧.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને શનિવારે ૯.૯૨ કરોડનો બિઝનેસ કર્યો છે. ‘સલાર’નો દરેક ભાષામાં બિઝનેસ ખૂબ જ વધુ છે તો શાહરુખ ખાનની ‘ડંકી’ પણ બસો કરોડની ક્લબમાં એન્ટર થવાની તૈયારીમાં છે.

