સુશીલા ચરક સાથેનાં લગ્ન સમયે નડેલી મુશ્કેલીઓ વિશે સલીમ ખાને કહ્યું...
સુશીલા ચરક સાથે સલીમ ખાન
સલીમ ખાને જ્યારે સલમા ખાન સાથે લગ્ન કર્યાં હતાં ત્યારે તેમને મુશ્કેલી પડી હતી. સલમા ખાનનું નામ પહેલું સુશીલા ચરક હતું, પરંતુ ૧૯૬૪માં લગ્ન બાદ તેમણે સલમા કર્યું હતું. જોકે સલીમ ખાનને હેલન સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેમણે ૧૯૮૧માં બીજાં લગ્ન કર્યાં હતાં. અરબાઝ ખાને હાલમાં જ તેના પિતાનો એક ઇન્ટરવ્યુ લીધો હતો. એમાં લગ્ન વિશે વાત કરતાં સલીમ ખાન કહે છે, ‘અમે એકમેકને મળવાનું શરૂ કરીએ એ પહેલાં મેં સલમાને કહ્યું હતું કે હું તેના પેરન્ટ્સને મળવા માગું છું. ચોરીછૂપી મળવું મને ખોટું લાગી રહ્યું હતું. હું જ્યારે તેમને મળવા ગયો ત્યારે મને લાગ્યું કે ભારતના બધા જ મહારાષ્ટ્રિયન ત્યાં ભેગા થયા છે. ઘણાબધા લોકોને જોઈને હું નર્વસ થઈ ગયો હતો. મારા સસરાએ મને કહ્યું હતું કે હું સારો માણસ છું, પરંતુ ધર્મ પ્રૉબ્લેમ છે. એ સમયે હું ૨૪ વર્ષનો હતો. મેં તેમને કહ્યું હતું કે ડૉક્ટર સાહિબ, મેરે ઔર આપકી બેટી કે ૧૭૬૦ પ્રૉબ્લેમ હો સકતે હૈં. જોકે ધર્મ એમાં ક્યારેય પ્રૉબ્લેમ નહીં બને.’