અમે ‘સલાર 2’ને લઈને છેલ્લા બે-ત્રણ દિવસથી ચર્ચા કરી રહ્યાં છીએ અને આગામી પંદર મહિનામાં આ ફિલ્મ તૈયાર હશે. આ ફિલ્મ ૨૦૨૫માં રિલીઝ થશે.
પ્રભાસ
પ્રભાસની ‘સલાર : પાર્ટ 1 - સીઝફાયર’ ક્રિસમસ દરમ્યાન રિલીઝ થઈ હતી અને એની સીક્વલનું શૂટિંગ બહુ જલદી શરૂ કરવામાં આવશે. આ ફિલ્મને પ્રશાંત નીલ દ્વારા ડિરેક્ટ અને વિજય કિરાગંડુર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર સારો બિઝનેસ કર્યો છે અને દુનિયાભરમાં એણે ૫૦૦ કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મની સીક્વલ ૨૦૨૫ના અંત સુધીમાં રિલીઝ કરવામાં આવશે. આ વિશે વિજય કિરાગંડુરે કહ્યું કે ‘અમારી ‘સલાર 2’ની સ્ક્રિપ્ટ તૈયાર છે અને પ્રશાંતને પણ એ બનાવવી છે. અમે ‘સલાર 2’ને લઈને છેલ્લા બે-ત્રણ દિવસથી ચર્ચા કરી રહ્યાં છીએ અને આગામી પંદર મહિનામાં આ ફિલ્મ તૈયાર હશે. આ ફિલ્મ ૨૦૨૫માં રિલીઝ થશે. દુનિયાભરમાં પ્રભાસના ફૅન્સ માટે ‘સલાર’ એક સેલિબ્રેશન હતું. આ ફિલ્મના કલેક્શનના નંબર અને રીઍક્શનને લઈને અમે ખૂબ જ ખુશ છીએ. કેટલીક નેગેટિવ કમેન્ટ્સ મળી છે પરંતુ મેકિંગ, સ્કેલ અને ડ્રામા વિશે એ નહોતી. છેલ્લાં ૨૦ વર્ષમાં પ્રભાસને આ રીતનો ઍન્ગ્રી યંગ મૅન તેના ચાહકોએ પહેલી વાર જોયો હતો. પ્રભાસ પણ હાલમાં સેલિબ્રેશનના મોડમાં છે અને તેણે પણ બીજા પાર્ટના શેડ્યુલ વિશે પૂછતાછ કરી છે.’

