ફિલ્મના ડાયલૉગ ‘સ્કૅમ 1992 : ધ હર્ષદ મેહતા સ્ટોરી’ માટે જાણીતા કરણ વ્યાસ દ્વારા લખવામાં આવ્યા છે.
સૈફ અલી ખાન
સૈફ અલી ખાન હવે ‘ક્લિક શંકર’માં દેખાવાનો હોવાની ચર્ચા છે. ધનુષની ‘મારી’ને ડિરેક્ટ કરનાર બાલાજી મોહનની આ ફિલ્મ હોવાની ચર્ચા છે. આ ફિલ્મના સ્ક્રીન પ્લેને બિન્કી મેન્ડેઝ અને બાલાજી મોહન દ્વારા લખવામાં આવ્યો છે. ફિલ્મના ડાયલૉગ ‘સ્કૅમ 1992 : ધ હર્ષદ મેહતા સ્ટોરી’ માટે જાણીતા કરણ વ્યાસ દ્વારા લખવામાં આવ્યા છે. આ ફિલ્મને જંગલી પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. આ ફિલ્મ સસ્પેન્સ, હ્યુમર અને ઇમોશન્સથી ભરપૂર છે. સૈફ એ માટે પર્ફેક્ટ ચૉઇસ હોવાથી તેને જ આ ફિલ્મ માટે પહેલાં ઑફર કરવામાં આવી છે. સૈફે આ પ્રકારનો રોલ અગાઉ ક્યારેય નથી ભજવ્યો અને તે હવે ફરી એ કરવા માગે છે. આ ફિલ્મનું શૂટિંગ મે મહિનામાં શરૂ કરવામાં આવશે. આ એક પોલીસ-ઇન્સ્પેક્ટર શંકર રિબેરોની સ્ટોરી છે જેની ડ્યુઅલ પર્સનાલિટી હોય છે. તે વિટી હોવાની સાથે એક ટ્રબલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર હોય છે જેને હાઇપરથિમેસિયા હોય છે. આ એક રૅર કન્ડિશન હોય છે. શંકરના દિમાગમાં દરેક મોમેન્ટ ફિક્સ જેવી થઈ જતી હોય છે. તેને દરેક વસ્તુ યાદ રહેતી હોય છે. આ સિવાય સૈફ ‘દેવારા પાર્ટ 1’માં અને શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસની ‘કર્તવ્ય’માં પણ જોવા મળવાનો છે.