આદિપુરુષના ટ્રેલર (Adipurush Trailer)માં પ્રભાસ, કૃતિ સેનન અને બાકીની સ્ટાર કાસ્ટને સારી રીતે બતાવવામાં આવી છે, પરંતુ ચાહકોને ટ્રેલરમાં સૈફ અલી ખાન વધારે જોવા મળ્યો નથી. જો કે સૈફની એક ઝલક તેના લુકથી ફેન્સ પ્રભાવિત થઈ ગયા છે.
રાવણના અવતારમાં સૈફ અલી ખાન
ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ `આદિપુરુષ` (Adipurush Film)ની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મનું ટ્રેલર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારથી તે ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું છે. જે લોકો આ ફિલ્મના ટીઝરથી નારાજ હતા તેઓ તેનું ટ્રેલર રિલીઝ થયા બાદ તેના વખાણ કરી રહ્યા છે. ત્રણ મિનિટના ટ્રેલરને જોઈને લાગે છે કે મેકર્સે આ ફિલ્મના VFX પર ઘણું કામ કર્યું છે.
આદિપુરુષના ટ્રેલરમાં પ્રભાસ, કૃતિ સેનન અને બાકીની સ્ટાર કાસ્ટને સારી રીતે બતાવવામાં આવી છે, પરંતુ ચાહકોને ટ્રેલરમાં સૈફ અલી ખાન વધારે જોવા મળ્યો નથી. જો કે સૈફની એક ઝલક તેના લુકથી ફેન્સ પ્રભાવિત થઈ ગયા છે. ફિલ્મના ટ્રેલરમાં સૈફ ટીઝરથી અલગ જ દેખાય છે. ટ્રેલર રિલીઝ થયા બાદ સૈફના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતમાં બીજેપીના એમએલએ અને એમપી ફ્રીમાં બતાવશે ‘ધ કેરલ સ્ટોરી’
Totally Saif Ali Khan Show.#AdipurushTrailer pic.twitter.com/OTuD1IpZY7
— ??????? ?.? (@_freak4bhai) May 9, 2023
સૈફ અલી ખાનનો સંપૂર્ણ લુક બદલાઈ ગયો
આ ફિલ્મનું ટીઝર ઘણું ટ્રોલ થયું હતું. જે પછી મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ વધારીને તેના VFX પર ઘણું કામ કર્યું. જે ટ્રેલરમાં પણ જોવા મળી રહ્યું છે. ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મના ટીઝરમાં સૈફને એક નકલ કરનાર તરીકે દર્શાવવામાં આવ્યો હતો, જે આ ટ્રેલરમાં સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. હવે ટ્રેલરમાં સૈફને જોઈને ફેન્સ તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે. ટ્રેલર રિલીઝ થયા બાદ સૈફ ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યો છે.
#Prabhas` Lord Ram must battle #SaifAliKhan`s fearsome Lankesh?
— Hc͜͡K✹ (@harith32hck) May 9, 2023
SaifAliKhan???#Adipurush | #Prabhas | #OmRaut |#AdipurushTrailer | #AdipurushOnJune16th pic.twitter.com/s1jEdxyvgW
જ્યારથી આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું ત્યારથી તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.વાસ્તવમાં, ટીઝરમાં ભગવાન શ્રી રામના રૂપમાં પ્રભાસને જનોઈ વગર અને કૃતિ સેનનને સિંદૂર વગર માતા-સીતાના રૂપમાં બતાવવામાં આવ્યા હતાં, તેમજ તે વખતે રાવણ બનેલા સૈફ અલી ખાનનો મોડર્ન લુક જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. ટીઝર રિલીઝ થયા બાદથી જ સૈફને ફિલ્મમાં તેના લુકને લઈને ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. લોકો તેની સરખામણી અલાઉદ્દીન ખિલજી અને ઔરંગઝેબ સાથે કરતા હતા. પરંતુ ટ્રેલરમાં તેના બદલાયેલા લૂકને જોઈ ફેન્સ સૈફ અલી ખાનની પ્રશંસા કરી રહ્યાં છે.
જુઓ અહીં ટ્રેલર: Adipurush Trailer: રાવણનો ઘમંડ તોડવા પ્રભાસે ઉપાડ્યું ધનુષ, જુઓ સીતામાતાનું...