સૈફ અલી ખાને કહ્યું કે ‘સંજય લીલા ભણસાલી મને મૂરખ સમજતા હતા. હું ચોખવટ કરવા માગું છું કે મેં એ રોલની ના નહોતી પાડી
સૈફ અલી ખાન
સૈફ અલી ખાને ખુલાસો કર્યો છે કે તેની જાણ બહાર સંજય લીલા ભણસાલીએ તેને ‘દેવદાસ’માંથી આઉટ કરી દીધો હતો. આ ફિલ્મમાં તેને ચુન્નીલાલનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો. જોકે તેમની વચ્ચે વાત આગળ વધી શકી નહીં. ત્યાર બાદ આ રોલ જૅકી શ્રોફને આપવામાં આવ્યો હતો. શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનની આ ફિલ્મ ખૂબ સફળ રહી હતી. રોલ ન મળવા વિશે સૈફ અલી ખાને કહ્યું કે ‘સંજય લીલા ભણસાલી મને મૂરખ સમજતા હતા. હું ચોખવટ કરવા માગું છું કે મેં એ રોલની ના નહોતી પાડી. ફીને લઈને અમારી વચ્ચે ગેરસમજ થઈ હતી. હું એ પણ જણાવી દઉં કે મેં તેમની પાસે ભારે રકમની ડિમાન્ડ પણ નહોતી કરી. મારી સાથે ચર્ચા કર્યા વગર સંજય લીલા ભણસાલીએ એ વિષય જ બંધ કરી દીધો હતો. સ્થિતિ જાણવા માટે મેં જ્યાં સુધી સામેથી કૉલ ન કર્યો ત્યાં સુધી મને કોઈએ જણાવ્યું પણ નહોતું કે વાતચીત પૂરી થઈ ગઈ છે. મને એવું લાગ્યું હતું કે ચુન્નીલાલના રોલમાં હું ફિટ નહોતો બેસતો.’