લંકેશ બન્યો સૈફ અલી ખાન
સૈફ અલી ખાન
પ્રભાસની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’માં નેગેટિવ રોલ લંકેશ માટે સૈફ અલી ખાનને સાઇન કરવામાં આવ્યો છે. ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ના ડિરેક્ટર ઓમ રાઉત દ્વારા આ ફિલ્મને ડિરેક્ટ કરવામાં આવી રહી છે, જેને પ્રોડ્યુસ ભૂષણ કુમાર કરી રહ્યો છે. ઓમ રાઉત સાથે સૈફ અલી ખાને આગળ ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’માં કામ કર્યું હતું. આ ફિલ્મના તેના પાત્ર ઉદયભાન સિંહ રાઠોડ માટે તેની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. ઓમ રાઉતની ફિલ્મમાં ફરી નેગેટિવ પાત્ર ભજવવા વિશે સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘ઓમી દાદા સાથે ફરી કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. તેમનું વિઝન ખૂબ જ ગ્રૅન્ડ છે અને ટેક્નિકલ નૉલેજ પણ અદ્ભુત છે. તાન્હાજીના શૂટિંગ દરમ્યાન હિન્દી સિનેમાની એક અલગ જ ઊંચાઈએ તેઓ મને લઈ ગયા હતા અને આ ફિલ્મ દ્વારા તેઓ વધુ ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે. આ ખૂબ જ અદ્ભુત પ્રોજેક્ટ છે અને એનો પાર્ટ બનવાની મને ખૂબ જ ખુશી છે. માઇટી પ્રભાસ સાથે તલવારબાજી કરવા માટે હું ખૂબ જ આતુર છું.’
સૈફ અલી ખાન વિશે વાત કરતાં પ્રભાસે કહ્યું હતું કે ‘સૈફ અલી ખાન સાથે કામ કરવા માટે હું સુપર એક્સાઇટેડ છું. એક સારા ઍક્ટર સાથે સ્ક્રીન શૅર કરવા માટે હું પણ ઉતાવળો થઈ રહ્યો છું.’
ADVERTISEMENT
આ વિશે ઓમ રાઉતે કહ્યું હતું કે ‘આ પારવફુલ રોલ માટે આપણા ટાઇમના ગ્રેટેસ્ટ ઍક્ટર સૈફ અલી ખાનથી સારો ઍક્ટર
બીજો કોણ હોઈ શકે? તેની સાથે કામ કરવાને મેં ખૂબ જ એન્જૉય કર્યું છે. તેની સાથે ફરી એક નવી મુસાફરી શરૂ કરવા માટે હું ખૂબ જ આતુર છું.’
આ ફિલ્મને હિન્દી અને તેલુગુમાં શૂટ કરવામાં આવશે. ત્યાર બાદ આ 3D ફિલ્મને તામિલ, મલયાલમ અને કન્નડમાં ડબ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે.

