ફિલ્મમાં તેની સાથે હૃતિક રોશન અને રાધિકા આપ્ટે પણ લીડ રોલમાં હતાં
સૈફ અલી ખાન
સૈફ અલી ખાનનું કહેવું છે કે કઈ ફિલ્મ સફળ થશે કે નિષ્ફળ જશે એ કહેવું મુશ્કેલ છે. આ વાત તેણે ‘વિક્રમ વેધા’ની નિષ્ફળતાને લઈને કહી હતી. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખાસ કોઈ કમાલ નહોતી કરી શકી. સૈફનું એમ પણ કહેવું છે કે લોકોએ એટલી તો આવક રળવી પડે કે તેઓ અમારી ફિલ્મ જોવા માટે રૂપિયા ચૂકવી શકે. ફિલ્મમાં તેની સાથે હૃતિક રોશન અને રાધિકા આપ્ટે પણ લીડ રોલમાં હતાં. ફિલ્મની નિષ્ફળતા વિશે સૈફ અલી ખાને કહ્યું કે ‘આપણે બધાએ એકબીજા સાથે સારું વર્તન કરવું જોઈએ, કારણ કે કોઈ એ ન કહી શકે કે શું ચાલશે અને શું નહીં ચાલે. કંઈક તો થઈ રહ્યું છે, પરંતુ એ સમજ નથી પડી રહી કે શું છે એ. લોકો હજી પણ ફિલ્મો બનાવતા રહેશે. અમારી ફીને કારણે પણ માર્કેટ પર અસર પડે છે અને એ પાગલપંતી છે. લોકોને ભારે ફી ચૂકવવામાં આવી રહી છે અને એના બદલામાં એટલા પૈસા રિટર્ન નથી આવી રહ્યા એની પણ અસર પડી રહી છે.’

