સૈફ અલી ખાન અને પ્રભાસની આદિપુરુષ થશે 2022માં રિલીઝ
સૈફ અલી ખાન અને પ્રભાસની આદિપુરુષ થશે 2022માં રિલીઝ
સૈફ અલી ખાન અને પ્રભાસની ‘આદિપુરુષ’ને 2022ની 11 ઑગસ્ટે થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં આદિપુરુષનું પાત્ર પ્રભાસ ભજવશે. જોકે લંકેશના રોલમાં સૈફ અલી ખાન દેખાશે. સીતાનો રોલ કોણ ભજવશે એ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું. આ ફિલ્મને ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ના ડિરેક્ટર ઓમ રાઉત ડિરેક્ટ કરશે. ‘આદિપુરુષ’ 3D ઍક્શન-ડ્રામા રહેવાની છે. ફિલ્મનું શૂટિંગ 2021માં કરવામાં આવશે, જેને હિન્દી અને તેલુગુમાં શૂટ કરવામાં આવશે. જોકે તામિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં એને ડબ કરવામાં આવશે. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રભાસે કૅપ્શન આપી હતી કે થિયેટર્સમાં ‘આદિપુરુષ’ને ૨૦૨૨ની ૧૧ ઑગસ્ટે રિલીઝ કરવામાં આવશે.

