કરીના અને સૈફ કોઈ પણ ઇવેન્ટમાં જાય તો તેમના ફોટો લઈ શકાય, પણ તૈમુર કે જેહ કોઈ પણ ઍક્ટિવિટી કરે કે કોઈ પણ પ્રસંગમાં જાય તો તેમના ફોટો ક્લિક ન કરે.
સૈફ અલી ખાન, કરીના કપૂર, તૈમુર અને જેહ સાથે
સૈફ અલી ખાન પર થયેલા અટૅક પછી તેણે અને કરીનાએ ફોટોગ્રાફરોને વિનંતી કરી છે કે તેઓ તેમના પુત્રો તૈમુર અને જેહના ફોટો ન પાડે અને તેમનો પીછો ન કરે.
રિપોર્ટ પ્રમાણે સૈફ અને કરીનાના પબ્લિસિટી મૅનેજરે ફોટોગ્રાફર સાથે મીટિંગ કરી હતી. મૅનેજરે ફોટોગ્રાફર્સને ઘરની બહાર ઊભા રહેવાની પણ મનાઈ કરી દીધી છે તેમ જ ઘરમાંથી બહાર નીકળતી વખતે કે પાછા ફરતી વખતે તેમના કે પરિવારજનોના ફોટો ન લેવા માટે વિનંતી પણ કરી છે. મૅનેજરે ફોટોગ્રાફરોને સૂચના આપતાં કહ્યું કે જો કરીના અને સૈફ કોઈ પણ ઇવેન્ટમાં જાય તો તેમના ફોટો લઈ શકાય, પણ તૈમુર કે જેહ કોઈ પણ ઍક્ટિવિટી કરે કે કોઈ પણ પ્રસંગમાં જાય તો તેમના ફોટો ક્લિક ન કરે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)