Alt બાલાજીની મૈં હીરો બોલ રહા હૂંમાં સાડ્ડા હકના અંકિત ગુપ્તાની એન્ટ્રી
તાજેતરમાં Alt બાલાજીએ આગામી વેબ-સિરીઝ ‘મૈં હીરો બોલ રહા હૂં’ની જાહેરાત કરી હતી. એનું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. આ વેબ-સિરીઝમાં ૧૯૮૦-’૯૦ના દાયકાના અન્ડરવર્લ્ડની વાત હશે જેમાં પાર્થ સમથાન ડૉનનો રોલ કરશે. પાર્થ સમથાનને એમટીવીનો શો ‘કૈસી હૈ યારિયાં’ અને ત્યાર બાદ સ્ટાર પ્લસની ‘કસૌટી ઝીંદગી કી’ સિરિયલથી પૉપ્યુલરિટી મળી. પાર્થ ‘નવાબ’ નામના ગૅન્ગસ્ટરનો રોલ કરશે. આ સિવાય આ શોમાં અન્ય એક પાત્રની એન્ટ્રી પણ થઈ છે.
વી ચૅનલના ‘સાડ્ડા હક’ શોથી જાણીતો બનેલો અંકિત ગુપ્તા પણ ‘મૈં હીરો બોલ રહા હૂં’ વેબ-શોમાં મહત્ત્વના રોલમાં દેખાશે. ૨૦૦૮થી કલર્સ ટીવી પર શરૂ થયેલી ‘બાલિકા વધૂ’ દ્વારા અંકિત ગુપ્તાના ટીવી-કરીઅરની શરૂઆત થઈ હતી. તે ૨૦૧૧માં ‘બાલિકા વધૂ’માં ડૉ. અભિષેકના પાત્રમાં દેખાયો હતો. એ ઉપરાંત તે સોની ટીવીના ‘કુછ રંગ પ્યાર કે’ અને ઍન્ડ ટીવીના શો ‘બેગુસરાય’ તથા ‘પરમાવતાર શ્રીકૃષ્ણ’માં પણ કામ કરી ચૂક્યો છે.