આજે રિલીઝ થાય છે રુસલાન
આયુષ શર્મા
આયુષ શર્માની ‘રુસલાન’ આજે રિલીઝ થઈ રહી છે. સલમાન ખાનના પ્રોડક્શન હાઉસની બહાર જઈને તે પહેલી વાર કામ કરી રહ્યો છે. સાઉથના પ્રોડ્યુસર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં સુશ્રી શ્રેયા મિશ્રા, જગપતિ બાબુ અને વિદ્યા માલવડે જોવા મળશે. આ ફિલ્મમાં નવાબ શાહ અને સુનીલ શેટ્ટી પણ નાનકડી ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી એક યુવાન સંગીતકાર રુસલાન એટલે કે આયુષ શર્માની આસપાસ ફરે છે. તે પોતાના દેશ માટે કામ કરવા માગતો હોય છે અને તેની ઇચ્છા ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સી માટે કામ કરવાની હોય છે. જોકે તેના ભૂતકાળને કારણે તેને ઘણી મુશ્કેલીઓ પડે છે. તે એક ટેરરિસ્ટનો દીકરો હોય છે, જેને મુંબઈ ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ દ્વારા મારી નાખવામાં આવ્યો હોય છે. આથી ગિટાર અને બંદૂક બે વચ્ચે રુસલાન હંમેશાં ઝોલાં ખાતો જોવા મળે છે. ઍક્શન અને ડ્રામાથી ભરપૂર આ ફિલ્મને દર્શકો પસંદ કરે છે કે નહીં એ તો રવિવાર સુધીમાં ખબર પડશે.

