દીકરીઓ પાંચ મહિનાની થતાં ફરી કામ શરૂ કરનાર રુબીના દિલૈકે કહ્યું...
રુબીના દિલૈક
રુબીના દિલૈક અને અભિનવ શુક્લા ગયા વર્ષે ૨૭ નવેમ્બરે ટ્વિન દીકરીઓના પેરન્ટ્સ બન્યા છે. બન્ને દીકરીઓનાં નામ જીવા અને ઈધા રાખવામાં આવ્યાં છે. રુબીનાનું કહેવું છે કે તે જ્યારે પ્રેગ્નન્ટ થઈ ત્યારે એક પંજાબી ફિલ્મના ગીતનું શૂટિંગ કર્યું હતું અને એમાં તેણે દિલથી ડાન્સ કર્યો હતો. એ વિશે રુબીના કહે છે, ‘એ વખતે સેટ પર મારી પ્રેગ્નન્સી વિશે કોઈને જાણ નહોતી. મારી બહેન જ્યોતિકા અને મારી મમ્મીએ એ વખતે મારી ખૂબ કાળજી લીધી હતી. ગરમી ખૂબ હતી અને ખૂબ ચૅલેન્જિંગ પણ હતું. મેં એ યાદોને મારી દીકરીઓ માટે એક ખજાનાની જેમ સાચવીને
રાખી છે. તેઓ જ્યારે મોટી થશે ત્યારે હું તેમને ગર્વથી કહીશ કે એ ફિલ્મમાં તેમણે પણ મારી સાથે ડાન્સ કર્યો હતો. આ રીતે સ્ક્રીન પર અમે ત્રણેય હાજર હતાં.’
તેની દીકરીઓ હવે પાંચ મહિનાની થઈ ગઈ છે અને રુબીનાએ ફરીથી કામની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. એ વિશે રુબીના કહે છે, ‘ફૅમિલીનો ખૂબ જ સપોર્ટ છે અને એના કારણે જ હું ફિલ્મનાં પ્રમોશન્સ માટે બહાર જઈ શકું છું. હું જ્યારે પણ ઘરની બહાર નીકળું કે દીકરીઓ રડવાનું શરૂ કરી દે છે.’

