આ ફિલ્મમાં રામચરણ અને જૂનિયર એનટીઆર લીડ રોલમાં જોવા મળ્યા હતા
‘RRR’ને મળ્યું બાફ્ટાના લૉન્ગ લિસ્ટમાં સ્થાન
‘RRR’ને બ્રિટિશ ઍકૅડેમી ફૉર ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ એટલે કે બાફ્ટાના ૨૪ કૅટેગરીના લૉન્ગ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. એની સાથે દિલ્હીના શૌનક સેનની ડૉક્યુમેન્ટરી ‘ઑલ ધેટ બ્રીધ્સ’ને પણ એ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. આ લૉન્ગ લિસ્ટમાં સામેલ થનારી ફિલ્મો પહેલા રાઉન્ડના વોટિંગ પર આધારિત હોય છે, જેનું વોટિંગ ૩૦ ડિસેમ્બરે પૂરું થયું હતું.
હવે ઍડ્વાન્સ સ્ટેજના નૉમિનેશન માટે આ ફિલ્મોને આગળ લઈ જવાઈ છે. હવે એનું ફાઇનલ લિસ્ટ ૧૯ જાન્યુઆરીએ બહાર પડશે. ઑસ્કર અવૉર્ડના નૉમિનેશનની પ્રક્રિયા માટે બાફ્ટાનો અવૉર્ડ ખૂબ મહત્ત્વ ધરાવે છે. ‘RRR’એ જગભરમાં પ્રસિદ્ધિનો ડંકો વગાડ્યો છે. એસ. એસ. રાજામૌલીની આ ફિલ્મ લોકોને ખૂબ ગમી છે. આ ફિલ્મમાં રામચરણ અને જૂનિયર એનટીઆર લીડ રોલમાં જોવા મળ્યા હતા.