ફિલ્મે એક અઠવાડિયામાં ૭૩ મિલ્યન જૅપનીઝ યેનનું કલેક્શન મેળવ્યું છે
RRR ફિલ્મનો એક સીન
‘RRR’ જપાનમાં એક અઠવાડિયામાં સૌથી વધુ બિઝનેસ કરનારી ફૉરેન ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે દેશ અને દુનિયામાં પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. આ ફિલ્મમાં રામચરણ અને જુનિયર એનટીઆર લીડ રોલમાં હતા તો આલિયા ભટ્ટ અને અજય દેવગન નાનકડી ભૂમિકામાં દેખાયાં હતાં. ફિલ્મને એસ. એસ. રાજામૌલીએ ડિરેક્ટ કરી છે. ભારતમાં આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર કલેક્શનની આંધી લાવી દીધી હતી તો જપાનમાં પણ આ ફિલ્મ તેની સફળતાનાં પરચમ લહેરાવી રહી છે. જપાનમાં આ ફિલ્મ એક અઠવાડિયામાં સૌથી વધુ કલેક્શન કરનારી ફૉરેન ફિલ્મ બની ગઈ છે. ફિલ્મ રેકૉર્ડબ્રેક બિઝનેસ કરી રહી છે. ફિલ્મે એક અઠવાડિયામાં ૭૩ મિલ્યન જૅપનીઝ યેનનું કલેક્શન મેળવ્યું છે. ભારતીય કરન્સી પ્રમાણે આ ફિલ્મે ૪.૧૦ કરોડ કરતાં વધુનું કલેક્શન કર્યું છે.