Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિવાળી પર ધમાકો થઈને જ રહેશે

દિવાળી પર ધમાકો થઈને જ રહેશે

19 September, 2024 10:05 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂલભુલૈયા 3 સામે સિંઘમ અગેઇન નહીં રિલીઝ થાય એ ચર્ચા પર પૂર્ણવિરામ

સિંઘમ અગેઇન, ભૂલભૂલૈયા 3

સિંઘમ અગેઇન, ભૂલભૂલૈયા 3


‘સ્ત્રી 2’ની સફળતાને પગલે એના પ્રકારની જ અને સફળ ફ્રૅન્ચાઇઝીની ફિલ્મ ‘ભૂલભુલૈયા 3’ સાથે ટક્કર ટાળવા રોહિત શેટ્ટી ‘સિંઘમ અગેઇન’ને પોસ્ટપોન કરશે એવી ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. લેટેસ્ટ વાત એ જાણવા મળી છે કે ‘‌સિંઘમ અગેઇન’ની રિલીઝ ટળવાની નથી અને એ દિવાળી પર જ આવવાની છે. એટલે જો હવે ‘ભૂલભુલૈયા 3’ પોતાની રિલીઝ-ડેટ આગળ-પાછળ ન કરે તો દિવાળી પર આ મહાયુદ્ધ થઈને જ રહેશે.


‘સિંઘમ અગેઇન’ આમ તો ૧૫ ઑગસ્ટની આસપાસ આવવાની હતી, પણ ફિલ્મનું કામ થોડુંક બાકી હોવાથી એની રિલીઝ-ડેટ પાછળ ઠેલાઈ હતી.



‘સિંઘમ અગેઇન’માં અજય દેવગન, અક્ષય કુમાર, રણવીર સિંહ, કરીના કપૂર, દીપિકા પાદુકોણ, ટાઇગર શ્રોફ, અર્જુન કપૂર અને જૅકી શ્રોફ છે. ‘ભૂલભુલૈયા 3’માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત છે.


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2024 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK