Rohit Bal: ફેશન ડિઝાઇનર રોહિત બાલની હાલત નાજુક છે અને તે દિલ્હી એનસીઆરની મેદાંતા હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેમની તબિયત પહેલાથી જ હ્રદયની બિમારીના કારણે બગડી છે.
રોહિત બાલની ફાઇલ તસવીર
ફેશન ડિઝાઇનર રોહિત બાલ (Rohit Bal)ની તબિયત ગત સોમવારે સાંજે અચાનક ખરાબ થઈ હતી. ખરાબ તબિયતના કારણે તેઓને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ડૉકટરોએ તેમની તબિયત અંગે જણાવ્યું હતું કે 61 વર્ષીય રોહિત બાલને 23 નવેમ્બરે ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી, હાઈ શુગર અને કિડની ફેલ્યોર જેવી તકલીફોને કારણે દાખલ કરવામાં આવ્યા હતા.
આ સિવાય હોસ્પિટલના પાસેથી મળતી માહિતી મુજબ તેમની (Rohit Bal) સ્થિતિ ખૂબ જ નાજુક છે. રોહિત બાલ હૃદયરોગના નિષ્ણાત ડૉ. પ્રવીણ ચંદ્રાની દેખરેખ હેઠળ છે. રોહિત બાલ (Rohit Bal)ને છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરોએ કેટલાક પરીક્ષણો કર્યા અને જાણવા મળ્યું કે તેઓ ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથીથી પીડિત છે.
ADVERTISEMENT
તેઓને પહેલા હાર્ટ ઍટેક આવી ચૂક્યો છે.
રોહિત બાલ (Rohit Bal)ના હૃદયના સ્નાયુઓ નબળા થઈ રહ્યા છે. આ કારણે હૃદય શરીરના બાકીના ભાગમાં પૂરતું લોહી પંપ કરી શકતું નથી. ડૉકટરોએ જણાવ્યું હતું કે ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી શરીરના જુદા જુદા અવયવોને નિષ્ક્રિય કરી મૂકે છે. ફેશન ડિઝાઈનરની પણ મેદાંતા ખાતે ગત નવેમ્બરમાં સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે સારવાર કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2010માં જ્યારે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો ત્યારે તેમની એન્જીયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી.
અર્જુન રામપાલ તેમને મળવા પહોંચ્યો હોસ્પિટલમાં
ભવ્ય ફેશન શોનું આયોજન કરનાર અને રેમ્પ પર ચમકદાર વાતાવરણ સર્જનાર રોહિત બાલ (Rohit Bal) ગયા વર્ષે તેમની ખરાબ તબિયતને કારણે જાહેર કાર્યક્રમોમાં જોવા મળ્યા ન હતા. રોહિત બાલના મિત્રએ કહ્યું હતું કે, `સોમવારે સાંજે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ અને જ્યારે તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા ત્યારે તેમનું હૃદય સામાન્ય રીતે કામ કરી રહ્યું ન હતું.`
ફેશન ડિઝાઇનર રોહિત બાલની હાલત નાજુક છે અને તે દિલ્હી એનસીઆરની મેદાંતા હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેમની તબિયત પહેલાથી જ હ્રદયની બિમારીના કારણે બગડી છે. રોહિત બાલને 13 વર્ષ પહેલાં મોટો હાર્ટ ઍટેક આવ્યો હતો અને તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. રોહિત બાલની દારૂના સેવનને કારણે તબિયત વધુ લથડી હતી. આ જ સમયે મિત્ર અર્જુન રામપાલ તેને મળવા હોસ્પિટલ પહોંચ્યો છે.
8 મે 1961ના રોજ શ્રીનગરમાં જન્મેલા રોહિત બાલે (Rohit Bal) લગભગ ત્રણ દાયકા સુધી ફેશન જગત પર રાજ કર્યું છે. તેમને ઘણા એવોર્ડ પણ મળ્યા છે. 2001 અને 2004માં ઈન્ટરનેશનલ ફેશન એવોર્ડ્સ અને 2006માં ઈન્ડિયન ફેશન એવોર્ડ્સમાં તેને `ડિઝાઈનર ઓફ ધ યર` તરીકે પણ ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમ જ ફેબ્રુઆરી 2012માં તેઓને લેક્મે ફેશન વીકમાં ગ્રાન્ડ ફિનાલે ડિઝાઇનર તરીકે નામ આપવામાં આવ્યું હતું.