ટૉપ 30માં આવી, પણ એ પછીના ટૉપ 12ના સ્ટેજ પર ન જઈ શકી
સ્વિમસૂટ રાઉન્ડમાં ભારતની રિયા સિંઘા.
મેક્સિકોમાં યોજાયેલી ૭૩મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી અમદાવાદની રિયા સિંઘા શરૂઆતના રાઉન્ડમાં ઝળક્યા પછી ટૉપ 30માં પહોંચી હતી, પણ ત્યાંથી આગળ નહોતી વધી શકી. નૅશનલ કૉસ્ચ્યુમ રાઉન્ડમાં રિયા સોને કી ચીડિયા બની હતી અને બધાના આકર્ષણનું કેન્દ્ર બની હતી, પણ સ્વિમસૂટ રાઉન્ડમાં પહોંચ્યા પછી તે ટૉપ 12ના ઈવનિંગ ગાઉનના રાઉન્ડમાં નહોતી પહોંચી શકી. ૨૦ વર્ષની રિયા અગાઉ ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહી ચૂકી છે કે તેને બૉલીવુડમાં કરીઅર બનાવવી છે. તે મિસ ઇન્ડિયા બની એ પહેલાં એક ફિલ્મમાં કામ પણ કરી ચૂકી છે, જેમાં તે સેકન્ડ હિરોઇનના રોલમાં છે અને અધ્યયન સુમન હીરો છે. આ ફિલ્મ હવે રિલીઝ થશે.
ડેન્માર્કની ૨૧ વર્ષની વિક્ટોરિયા કૅઅર બની મિસ યુનિવર્સ
ADVERTISEMENT
નાઇજીરિયાની ચિદિમ્મા અદેત્શિના ફર્સ્ટ રનર-અપ, મેક્સિકોની મારિયા ફર્નાન્ડા બેલ્ટ્રાન સેકન્ડ રનર-અપ