એ ફિલ્મને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી પ્રોડ્યુસ કરવાના છે
શાહરુખ ખાન
‘ડૉન 3’ની સ્ક્રિપ્ટ પર હાલમાં પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. એ ફિલ્મને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી પ્રોડ્યુસ કરવાના છે. ૨૦૦૬માં આવેલી ‘ડૉન : ધ ચેઝ બિગિન્સ’માં શાહરુખ ખાન, પ્રિયંકા ચોપડા જોનસ અને ઈશા કોપ્પીકર લીડ રોલમાં હતાં. આ ફિલ્મ અમિતાભ બચ્ચનની ‘ડૉન’ની રીમેક હતી. ત્યાર બાદ ૨૦૧૧માં ‘ડૉન : ધ કિંગ ઇઝ બૅક’ રિલીઝ થઈ હતી. ત્યારથી લઈને આજ દિન સુધી શાહરુખના ફૅન્સ ‘ડૉન 3’ની રાહ જોઈ રહ્યા છે. એક વર્ષ અગાઉ ફરહાન અખ્તરે એની સ્ક્રિપ્ટ પર કામ શરૂ કર્યું છે. એને લઈને રિતેશ સિધવાણીએ કહ્યું કે ‘મારો પાર્ટનર (ફરહાન અખ્તર) જ્યાં સુધી લખવાનું પૂરું ન કરી શકે ત્યાં સુધી અમે કાંઈ ન કરી શકીએ. હાલમાં તે સ્ક્રિપ્ટ પૂરી કરી રહ્યો છે. અમે બધા પણ ‘ડૉન’ને લઈને આતુર છીએ.’