તે હવે વેબ-શો ‘પિલ’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી રહ્યો છે
રિતેશ દેશમુખ
રિતેશ દેશમુખે ૨૦૦૩માં આવેલી ‘તુઝે મેરી કસમ’ ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી તે ફિલ્મોમાં ઍક્ટિવ છે. તેનું માનવું છે કે પહેલાંની સરખામણીમાં અત્યારે તેના કામમાં ઘણો સુધારો થયો છે. તેણે મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. કરીઅરની જ્યારે શરૂઆત કરી એ સમયને યાદ કરતાં રિતેશ કહે છે, ‘એ એક નવી જર્ની હતી. અમારે જે કરવાનું હતું એ અમે કરી લીધું.’
તે હવે વેબ-શો ‘પિલ’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી રહ્યો છે. આ શો ૧૨ જુલાઈએ જિયો સિનેમા પર રિલીઝ થશે. રિતેશને પહેલેથી ઇચ્છા હતી કે તે ડિજિટલ પ્લૅટફૉર્મ પર કામ કરે, પરંતુ તેને યોગ્ય સ્ક્રિપ્ટ અને વિષય મળે એની રાહ જોતો હતો. પોતાના શો અને ડિજિટલ પ્લૅટફૉર્મ વિશે રિતેશ કહે છે, ‘વેબ-શો ‘પિલ’ હટકે શો છે. ડિજિટલ પ્લૅટફૉર્મ લાંબા ગાળા સુધી ટકી રહેશે, કદાચ કાયમ માટે ટકી રહે. ઍક્ટર્સને પણ સારું કામ મળી રહ્યું છે. મેકર્સને હવે ટૅલન્ટ્સનો અહેસાસ થયો છે.’