ફિલ્મોમાં રોમૅન્સ કરવો, ગીત ગાવું અને ફાઇટિંગ કરવી એ કંઈ હીરોઇઝમ નથી : રિશી કપૂર
તેમનું માનવું છે કે રિયલ હીરોઝ પોલીસ, ફાયર-ફાઇટર્સ અને મેડિકલ ઑફિસર્સ છે. લંડનમાં બુધવારે ૨૪ માળના એક બિલ્ડિંગમાં આગ લાગતાં ૨૦૦ ફાયર-ફાઇટર્સ અને ૪૦ ફાયર-ટ્રક્સની મદદ લેવામાં આવી હતી. આ વિશે રિશી કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘અમેરિકામાં ૯/૧૧ના હુમલામાં ફાયર-ફાઇટર્સને ખબર હતી કે તેમનો જીવ જઈ શકે છે તેમ છતાં તેઓ લોકોને મદદ કરતા જોવા મળ્યા હતા. હવે ગ્રેનફેલ ટાવરમાં આ બહાદુરો લોકોનો જીવ બચાવી રહ્યા છે. ફિલ્મોમાં ગીતો ગાવાં, રોમૅન્સ કરવો અને ફાઇટિંગ કરવી એ કંઈ હીરોઇઝમ નથી. ફાયર-ફાઇટર્સ, પોલીસ અને મેડિકલ ઑફિસર રિયલ હીરોઝ છે. હું કંઈ હીરો નથી. મને માફ કરજો.’