હું પ્રોફેશનલ અને પર્સનલ બન્ને ડ્યુટી ખૂબ જ સારી રીતે ભજવી શકીશ એવું મને લાગે છે : રિચા ચઢ્ઢા
રિચા ચઢ્ઢા
રિચા ચઢ્ઢા મમ્મી બન્યા બાદ કૉમેડી ફિલ્મમાં કામ કરવાની છે. તેણે અલી ફઝલ સાથે લગ્ન કર્યાં હતાં અને તે જુલાઈમાં બાળકને જન્મ આપવાની છે. તે છેલ્લે સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’માં જોવા મળી હતી. તે હાલમાં મૅટરનિટી લીવ પર છે. બાળકને જુલાઈમાં જન્મ આપવાની છે, પરંતુ તેણે નવી ફિલ્મ સાઇન કરી લીધી છે અને એ કૉમેડી છે. આ વિશે વાત કરતાં રિચા કહે છે, ‘હું દરેક મહિલા વિશે નથી કહી શકતી, કારણ કે દરેકની મમ્મી બનવાની મુસાફરી અલગ હોય છે. જોકે હું જેમ બને એમ જલદી સેટ પર આવી જઈશ. હું લાંબો બ્રેક નહીં લઉં, કારણ કે મારાં ઘણાં પેન્ડિંગ કમિટમેન્ટ્સ છે. હું પ્રોફેશનલ અને પર્સનલ બન્ને ડ્યુટી ખૂબ જ સારી રીતે ભજવી શકીશ એવું મને લાગે છે, કારણ કે એનો આધાર તમારી આસપાસના ખાસ કરીને તમારો પાર્ટનર કેટલો સપોર્ટિવ છે એના પર પણ નિર્ભર છે. મેં મુંબઈની ઘણી મહિલાઓને પ્રેગ્નન્સીના નવમા મહિનામાં પણ મુંબઈની લોકલમાં જતાં જોઈ છે અને એમ છતાં તેમણે ગજરા જેવા લગાવ્યા હોય એવા જ રહેલા પણ મેં જોયા છે. હું ભારતની સામાન્ય મહિલાઓથી ખૂબ જ પ્રેરિત છું અને આ એક લાઇફનો પાર્ટ છે, કોઈ મેડિકલ કન્ડિશન નથી. મમ્મી બન્યા બાદ હું ઑક્ટોબરમાં નૉર્થમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ.’