Richa Chadha : અભિનેત્રીએ ઉઠાવ્યો ફ્લાઇટ મોડી પડવાનો મુદ્દો, ઇન્ડિગોની ઇન્ટરનેશનલ ફ્લાઇટ સમયસર પણ રાષ્ટ્રીય ફ્લાઇટોમાં લોચા
રિચા ચઢ્ઢા
કી હાઇલાઇટ્સ
- ઇન્ડિગોના મેનેજમેન્ટ પર ભડકી રિચા ચઢ્ઢા
- બે દિવસમાં ત્રણ ફ્લાઇટમાંથી બે ફ્લાઇટ મોડી પડી
- અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર જણાવી આખી વાત
દિલ્હી (Delhi)માં છેલ્લા કેટલાક દિવસોથી ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. તેની અસર રોડ ટ્રાફિકની સાથે એર ટ્રાફિક પર પણ જોવા મળી રહી છે. એર ટ્રાફિકને લીધે સામાન્ય લોકો હોય કે સેલિબ્રિટી દરેકને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અપર્ણા દિક્ષિત (Aparna Dixit) અને રણવીર શૌરી (Ranvir Shorey) બાદ અભિનેત્રી રિચા ચઢ્ઢા (Richa Chadha)ને પણ ફ્લાઇટ ડીલેનો સામનો કરવો પડ્યો છે. રિચા ચઢ્ઢાએ કહ્યું કે, તેણે પણ બે ડોમેસ્ટિક ઇન્ડિગો ફ્લાઈટ્સમાં વિલંબનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં રિચાએ તાજેતરમાં ઈન્ડિગોની ફ્લાઈટમાં થયેલી થપ્પડની ઘટના પર પણ પ્રતિક્રિયા આપી હતી. રિચા ચઢ્ઢાએ ઈન્ડિગોની ફ્લાઈટમાં વિલંબ થવાને લઈને ઈન્ડિગોના પાઈલટને માત્ર એક જ પેસેન્જરે માર મારતા આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.